Ahmedabad,તા.26
દેશમાં સ્પોર્ટસ કલ્ચરને વેગ આપવા મોદી સરકાર 2030માં ગુજરાતમાંજ કોમનવેલ્થ ગેઈમ અને જો બીડ સફળ થાય તો 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક મહોત્સવ યોજવા માટેની તૈયારી કરી રહી છે અને તેના માટે ખાસ ખેલકુદ સંકુલ વિશ્વ કક્ષાના તમો સ્ટેડીયમ જેવા જ વિશાળ સ્વીમીંગ પુલ અને ઓલિમ્પિક વિલેજ જેવી વ્યવસ્થ ઉપરાંત અમદાવાદ અને તેની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા પણ વધારવા આગળ વધી રહી છે.
અમદાવાદ અને ગાંધીનગર બન્નેની આસપાસ જ મોટાભાગની ઓલિમ્પિક ગેઈમ રમાઈ શકે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તો આ ખેલ મહોત્સવ પાછળના કુલ ખર્ચ રૂા. ઓછામાં ઓછા રૂા.34700 અને વધુમાં વધુ રૂા.74000 થઈ શકે છે. અમદાવાદ 2036 રીવ્યુ મીટીંગમાં આ અંદાજ મુકવામાં આવ્યો હતો. સરકારે સંભવીત બીડને ધ્યાનમાં લઈને આ માટે ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરી છે.
વાસ્તવમાં વિશ્વના જે જે દેશોએ ઓલિમ્પિક યોજયા છે તેઓ ખર્ચમાં પસ્તાય રહ્યા છે. ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે ઓલિમ્પિક ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને અમદાવાદ ગાંધીનગર ઉપરાંત ભોપાલ ગોવા, મુંબઈ, પુને જેવા સ્થળો પર પણ કોઈને કોઈ ઓલિમ્પિક ખેલ સ્પર્ધા યોજાય તેવી ધારણા છે. આ માટે બે પ્રકારે બજેટ ઘડાયા છે. એક ઓલિમ્પીક ગેઈમ માટેની સુવિધા અને સંચાલન ખર્ચ અને બીજુ અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ જે લાંબાગાળાનું આયોજન છે. તેનો સમાવેશ કરાયો છે.
વાસ્તવમાં ઓલિમ્પીકનું આયોજન અત્યંત ખર્ચાળ અને વિશાળ કામગીરી માંગી લે છે. દુનિયાભરના પ્રેક્ષકો અમદાવાદ આવે તો હોટેલ સહિતની સુવિધા ટ્રાન્સપોર્ટેશન, ટેકનોલોજી સપોર્ટ, ટુરીઝમ ક્ષેત્રે પણ સુવિધા, આ તમામ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જો કે લાંબાગાળાની સુવિધાઓ અમદાવાદ ગાંધીનગર માટે મોટી ભેટ બનશે.