છઠ પૂજાની ઉજવણી બાદ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા સાથે તહેવાર વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે
Ahmedabad,તા.૨૯
દેશમાં દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. દરેક વ્યક્તિ પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યો છે. પશ્ચિમ રેલવેએ દિવાળી અને છઠ પૂજાની ઉજવણી બાદ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા સાથે તહેવાર વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે અને તે ૩૦ ઓક્ટોબરથી ૨૯ નવેમ્બર સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૯૪૪૯, અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ, અમદાવાદથી દર બુધવારે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે ઉપડશે અને શુક્રવારે સવારે ૪ઃ૩૦ વાગ્યે ગોરખપુર પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૪૫૦ ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ગોરખપુરથી દર શુક્રવારે સવારે ૭.૩૦ કલાકે ઉપડશે. ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, સવાઈ માધોપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી અને અયોધ્યા ધામ જેવા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.