Ahmedabad,તા.08
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા ખાતેના કૂબેરનગર ITI અંડરપાસના રિનોવેશનની કામગીરી શરૂ કરવાને લઈને અંડરપાલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 8 મેથી 15 દિવસ સુધી બંધ રહેશે. આ અંડરપાસ બંધ હોવાથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ જવા માટે વૈકલ્પિક રસ્તોના ઉપયોગ કરવાનો રહેશે. એરપોર્ટ જવા માટે નરોડા રેલવે ઓવરબ્રિજથી ટોયોટા શોરૂમ થઈ કોતરપુર થઈને એરપોર્ટ જઈ શકાશે. જેના માટે સ્થાનિકોએ ત્રણ કિલોમીટર જેટલું ફરીને જવું પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઉત્તર ઝોનમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર અંડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ) સમારકામ કરવાનું હોવાથી અકસ્માત ટાળી શકાય તે હેતુસર 15 દિવસ બંધ કરવામાં આવશે. 8 મેથી 22 મે સુધી અથવા સમારકામ પૂરૂ ન થાય ત્યાં સુધી અવર-જવર સંપૂર્ણ રીતે બંધ રહેશે.