Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bharatiya Janata Party ના રાષ્ટ્રીય અધ્યક્ષ એક મહિલા નેતા હોઈ શકે છે. ત્રણ મહિલા ઉમેદવારો

    October 4, 2025

    Nirav Modi ની પૂછપરછ નહીં થાય, તેમને હાઇ-પ્રોફાઇલ જેલમાં રાખવામાં આવશે,ભારતે બ્રિટિશ સરકારને ગેરંટી આપી

    October 4, 2025

    Supreme Court Order બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ભૂતપૂર્વ સીબીઆઇ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ

    October 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bharatiya Janata Party ના રાષ્ટ્રીય અધ્યક્ષ એક મહિલા નેતા હોઈ શકે છે. ત્રણ મહિલા ઉમેદવારો
    • Nirav Modi ની પૂછપરછ નહીં થાય, તેમને હાઇ-પ્રોફાઇલ જેલમાં રાખવામાં આવશે,ભારતે બ્રિટિશ સરકારને ગેરંટી આપી
    • Supreme Court Order બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ભૂતપૂર્વ સીબીઆઇ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ
    • 05 ઓક્ટોબર નું પંચાંગ
    • 05 ઓક્ટોબર નું રાશિફળ
    • Sabarkantha ના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ખુલ્લી પડી, એ.આર.કન્સલ્ટન્સી સામે ૩.૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ
    • Aastha Creations’ની ભાગીદારીમાં પિતરાઈ ભાઈએ બહેન પાસેથી રૂ.૧.૭૫ કરોડની છેતરપિંડી આચરી
    • Bhavnagar ના દેવગાણા ગામે દૂધ નહીં પણ તેલમાંથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના Budget
    અમદાવાદ

    14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના Budget

    Vikram RavalBy Vikram RavalFebruary 7, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.07

    અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC) વતી AMC કમિશ્નર એમ.થેન્નારસને 2025-26ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.  ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રજૂ કરતા કહ્યું કે અમદાવાદ માટે આ બજેટ સસ્ટેનબલ અને કલાઈમેટ બજેટ બની રહેશે. કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં રૂપિયા 6200 કરોડ રેવન્યુ તથા કેપિટલ કામ માટે રૂપિયા 7801 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

    વર્ષ-2025-26 માટે રૂપિયા 2800 કરોડ પુરાંત દર્શાવવામા આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-થ્રી અંતર્ગત ઈન્દિરાબ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી ડેવલપ કરવા રૂપિયા એક હજાર કરોડની  ફાળવણી કરવામાં આવી છે. સાત ઝોનના 48 વોર્ડમાં લોકોન માટે રોડ,ગટર અને પાણી સહીતના કામો કરવા રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

    મ્યુનિ.કમિશનરના ડ્રાફટ બજેટમાં કરવેરા દરમાં કોઈ વધારો કરવામા આવ્યો નથી. દર વર્ષે 0.2 ટકાના દરથી લેટીંગ રેટ મુજબ પ્રોપર્ટીટેકસના દરમાં વર્ષ-2025-26માં પણ ગત વર્ષે કરવામા આવેલા ઠરાવ મુજબ વધારો થશે. શહેરમાં નવા રોડ અને બ્રિજની કામગીરી પાછળ રુપિયા 1600 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

    અમદાવાદનું વર્ષ 2025-26 માટેનું ડ્રાફટ બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનરે કહયુ,બજેટ માટે શહેરીજનો તરફથી કુલ 2951 સુચન મળ્યા હતા. આ પૈકી 2019 સુચન રોડ,ડ્રેનેજ,પાણી અને લાઈટની સુવિધાને લગતા હતા. આવેલા સુચનો પૈકી શકય એટલા સુચનોને બજેટમાં આવરી લેવા પ્રયાસ કર્યો છે.સાત ઝોનમાં લોકોને પુરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધા માટે વર્ષ-2024-25માં રૂપિયા 650 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. 

    જેમાં ૫૩ ટકાનો વધારો કરીને વર્ષ-2025-26 માટે રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.જાસપુર ખાતે 400 મિલીયન લિટર પર ડેની ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૂપિયા 200 કરોડની  ફાળવણી કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ. માટે નવી 120 એ.સી.ઈલેકટ્રિક બસ જી.સી.સી.મોડલથી સંચાલનમાં મુકવામાં આવશે તથા બી.આર.ટી.એસ.માટે નવી 100  મીની ઈલેકટ્રિક બસ લાસ્ટ માઈલ કનેકટિવીટી સાથે રૂપિયા પંદર કરોડના ખર્ચે સંચાલનમાં મુકવા બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.

    નેટ ઝીરો પોલીસી અંતર્ગત નવી 200 ઈલેકટ્રિક બસ માટે રૂપિયા 20  કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.શહેરના વિવિધ રસ્તા અને બગીચા તથા ચાલીઓમાં 10 હજાર સ્ટ્રીટપોલ ઉભા કરવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારમાં નવા 22 બગીચા બનાવાશે તથા હયાત 28 બગીચાનુ નવીનીકરણ કરવામા આવશે.આ માટે બજેટમાં રૂપિયા ૨૮ કરોડની ફાળવણી કરવામા આવી છે.અમદાવાદમા પાંચ સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પાંચ કરોડ તથા આંતરરાષ્ટ્રીય ફલાવર શો-2026નુ આયોજન કરવા રૂપિયા 15 કરોડની ફાળવણી  કરવામાં આવી છે.

    લાંભા, નારોલ તથા શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવા રૂપિયા ૫૪ કરોડ તથા વટવા જી.આઈ.ડી.સી.ખાતે ફાયર ચોકી બનાવવા રૂપિયા 1.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.રૂપિયા 125 કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે વિવિધ સાધનોની ખરીદી કરવામા આવશે.શહેરમાં પાંચ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા રૂપિયા 20 કરોડ તથા હયાત 8 અર્બન હેલ્થ સેન્ટરનુ નવીનીકરણ કરવા રૂપિયા 29 કરોડની ફાળવણી ડ્રાફટ બજેટમાં કરવામાં આવી છે.

    રાજયમાં પ્રથમ વખત મ્યુનિ.ડેન્ટલ હોસ્પિટલમાં કલેકટ કેર પ્રોજેકટ હેઠળ બાળકોને તાળવામાં, નાકમાં થતી તકલીફની સંપૂર્ણ સારવાર રૂપિયા 57.27 લાખના ખર્ચથી તબીબી સાધનો વસાવી આપવામાં આવશે.સરખેજ રોઝાનો હેરિટેજ મેન્યુમેન્ટમાં સમાવેશ થતો હોવાથી રોઝા આસપાસના વિસ્તારને હેરિટેજ થીમ આધારીત ડેવલપ કરવા રૂપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે.જેમાંથી રોડ,ફૂટપાથ વગેરે કામગીરી કરવામાં આવશે.વ્હાઈટ ટોપીંગ પઘ્ધતિથી શહેરમાં આવેલા જંકશન ડેવલપ કરવા રૂપિયા 10 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.

    રૂપિયા 480 કરોડનું મ્યુનિ.નું દેવું

    મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિવરફ્રન્ટ ફેઝ ટુ માટે ત્રણ વર્ષ પહેલા જી.એસ.એફ.સી.પાસેથી રૂપિયા 350 કરોડની લોન લેવામાં આવી હતી. આ લોનની રકમ પૈકી રૂપિયા 70 કરોડની ચૂકવણી કરાઈ છે.હાલમાં રૂપિયા 480 કરોડનું મ્યુનિ.તંત્રનુ દેવુ છે.

    મહિલાઓ માટે વોર્ડ લેવલે સી લોન્જ બનાવાશે

    મહિલાઓ માટે વોર્ડ લેવલે આધુનિક સી-લોન્જ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.આ ઉપરાંત દરેક મહિલા કોર્પોરેટર અને મ્યુનિ.માં કામ કરતા ૪૦ વર્ષથી વઘુની વયના  મહિલા કર્મચારીઓનું વર્ષમાં એક વખત કન્સેશનલ રેટથી એસ.વી.પી.હોસ્પિટલમાં નિદાન કરવામા આવશે.ઝોન દીઠ ત્રણ પિન્ક ટોઈલેટ બનાવવા તથા બી.આર.ટી.એસ.રુટમાં ફીડર તરીકે પિંક રીક્ષાનું આયોજન કરી મહિલા અરજદારોને ડ્રાઈવીંગની તાલિમ આપી સી.એસ.આર.ફંડ હેઠળ આર્થિક સહાય અપાવવામાં આવશે.

     લૉ-ગાર્ડન પરિસર માટે 97 કરોડ ખર્ચાશે

    લો-ગાર્ડન આસપાસ આવેલા મીઠાખળીથી સી.જી.રોડ ગીરીશ કોલ્ડ્રીંક જંકશન, ગુલબાઈ ટેકરાથી સમર્પણ સર્કલ,સી.જી.રોડ જંકશનથી લો-ગાર્ડનથી જલારામ,ચકલી સર્કલથી કોમર્સ છ રસ્તા સુધી ૬.૬ કિલોમીટરના એરીયાને ડસ્ટ ફ્રી, પ્લાન્ટેશન, ઓનસ્ટ્રીટ પાર્કીંગ સહીતની સુવિધા સાથે પ્રીસેન્ટ એરીયા તરીકે ડેવલપ કરવા રૂપિયા ૯૭.૧૦ કરોડનો ખર્ચ કરાશે.

     ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બજેટ 

    ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે AMCના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. 

    2023-24માં 10801 કરોડનું બજેટ હતું 

    ઉલ્લેખનીય છે કે 2023-24માં એએમસી દ્વારા 10801 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આસપાસના રોડને સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપ કરાશે. નેટ ઝીરો અંતર્ગત રિસાયકલ મટીરીયલ, રીન્યુએબલ મટીરીયલ, લોકલ સોર્સ મટીરીયલ, પરમીટેબલ પેવમેન્ટ, એનર્જી એફિશિયન્ટ કન્સ્ટ્રક્શન મશીનરીનો ઉપયોગ કરી રોડની કામગીરી કરવા પ્લાનિંગ કરવાનું આયોજન કરવાની જોગવાઈ કરાઈ છે.

    AMTSને નવી 120 બસ મળશે 

    AMTSમાં નવી 120 બસ ઉમેરવામાં આવશે, આર.ટી.ઓ. ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે. ઘુમા ખાતેના પ્લોટમાં ઈન્ટીગ્રેટેડ મોડલનું ટર્મિનસ બનાવશે તથા ડેઇલી ટીકીટ પાસ મોબાઇલ એપ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    Ahmedabad Municipal Corporation budget of Rs. 14001 crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Aastha Creations’ની ભાગીદારીમાં પિતરાઈ ભાઈએ બહેન પાસેથી રૂ.૧.૭૫ કરોડની છેતરપિંડી આચરી

    October 4, 2025
    અમદાવાદ

    Noida થી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.૧૦૦ની ૩૭૩ નકલી નોટ પકડાઈ

    October 4, 2025
    અમદાવાદ

    અમદાવાદ વિમાન દુર્ઘટના : પાઈલટ્‌સને તપાસમાં સામેલ કરવા AAIB ની માંગ

    October 4, 2025
    અમદાવાદ

    Ahmedabad મોલના કાપડની દુકાનના ચેન્જિંગ રૂમમાં છુપાવાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો

    October 3, 2025
    અમદાવાદ

    Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત

    October 2, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ગોઝારો અકસ્માત; કારની ટક્કરે ત્રણ લોકો નીચે પટકાયા, એકનું ઘટનાસ્થળે જ મોત

    October 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bharatiya Janata Party ના રાષ્ટ્રીય અધ્યક્ષ એક મહિલા નેતા હોઈ શકે છે. ત્રણ મહિલા ઉમેદવારો

    October 4, 2025

    Nirav Modi ની પૂછપરછ નહીં થાય, તેમને હાઇ-પ્રોફાઇલ જેલમાં રાખવામાં આવશે,ભારતે બ્રિટિશ સરકારને ગેરંટી આપી

    October 4, 2025

    Supreme Court Order બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ભૂતપૂર્વ સીબીઆઇ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ

    October 4, 2025

    05 ઓક્ટોબર નું પંચાંગ

    October 4, 2025

    05 ઓક્ટોબર નું રાશિફળ

    October 4, 2025

    Sabarkantha ના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ખુલ્લી પડી, એ.આર.કન્સલ્ટન્સી સામે ૩.૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ

    October 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bharatiya Janata Party ના રાષ્ટ્રીય અધ્યક્ષ એક મહિલા નેતા હોઈ શકે છે. ત્રણ મહિલા ઉમેદવારો

    October 4, 2025

    Nirav Modi ની પૂછપરછ નહીં થાય, તેમને હાઇ-પ્રોફાઇલ જેલમાં રાખવામાં આવશે,ભારતે બ્રિટિશ સરકારને ગેરંટી આપી

    October 4, 2025

    Supreme Court Order બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ભૂતપૂર્વ સીબીઆઇ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ

    October 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.