Rajkot,તા.19
અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઇવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. એક ખાનગી કંપનીની બસને રાતે 3:35 વાગ્યે થોરિયાળીથી રાજકોટ તરફ જતા આ અકસ્માત નડ્યો હતો. જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં GJ14 AT 5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી. લોકોને આબાદ બચાવ થયો હતો. તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જોકે આ અકસ્માતને પગલે હાઇવે પર મોડી રાતે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.