Ahmedabad ,તા.૮
અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં સગા પિતાએ પુત્રીની છેડતી કરી દીકરી ગભરાઈ ગઈ હતી. માતાને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વધુ એક વાર પિતા-પુત્રીના સંબંધો શર્મશાર થયા છે. પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. શહેરના અમરાઇવાડીમાં સગા પિતાએ પુત્રીની છેડતી કરી હતી. નરાધમ પિતાએ પોતાની પુત્રી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ડરી ગયેલી પુત્રીએ માતાને સમગ્ર હકીકત જણાવતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. માતાએ દીકરીના પિતા સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાઘમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ અમદાવાદમાં એક સાવકા પિતાએ સગીર દીકરી સાથે અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આ મામલે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.જણાવી દઈએ કે, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના સાવકા પિતાએ અડપલાં કર્યા હતા. સાવકા પિતાના સગીરાની માતા સાથે બે વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. વટવા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરી હતી.
રાજકોટના જસદણ તાલુકાના મોટા દડવા ગામે પાલક પિતાએ દિવ્યાંગ પુત્રી પર દુષ્કર્મ આચાર્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી અપંગ પુત્રી પાલક પિતા સાથે ૬ મહિનાથી રહેતી હતી પરંતુ એકલતાનો લાભ લઈ પાલક પિતા મારી નાખવાની ધમકી આપી અપંગ પુત્રી પર બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.