China,તા.01
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સેલોંમાં પણ આવી ગઈ છે. ચીનના ગુઆન્ગઝોઉ પ્રાંતમાં ઠેર-ઠેર AI સંચાલિત શેમ્પૂ મશીન આવી ગયાં છે.
આ ઈનોવેટિવ મશીન્સ ઈન્ફ્રારેડ સેન્સર્સ દ્વારા કામ કરે છે. તમારા વાળ સીધા, વાંકડિયા, ઑઇલી, ડ્રાય કે પછી જાડા કે પાતળા છે એ બધું જ આ ઇન્ફ્રારેડ સૈન્સર્સ તપાસે છે. વાળના તાળવામાં કોઈ તકલીફ છે કે નહીં એનું ચેકિંગ પણ કરે છે.
એ મુજબ કેવું શેમ્પૂ વાપરવું અને કેટલા સમય માટે એનાથી વાળ ધોવા એ પણ મશીન જાતે જ સેટ કરે છે. શરૂઆત થઈ ત્યારે આ રીતે વાળ ધોવાના લગભગ દસ યુઆન એટલે કે આશરે 150 રૂપિયા જ થતા હતા, પરંતુ હવે એની પોપ્યુલરિટી વધી ગઈ છે અને એ માટે બુકિંગ પણ કરાવવું પડે એમ હોવાથી 225 રૂપિયાનો ખર્ચ થાય છે.