London,તા.06
વિશ્વ વિખ્યાત યુસી બર્કલીના પ્રોફેસર સ્ટુઅર્ટ રસેલની ગણતરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના એક્સપર્ટ તરીકે થાય છે. તેઓ ‘આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ: અ મોર્ડન એપ્રોચ’ બુકના સહ-લેખક છે. તેમણે ‘ડાયરી ઓફ અ સીઈઓ’ પોડકાસ્ટના એક એપિસોડ દરમિયાન આગાહી કરી કરી કે, એઆઈ ટેકનોલોજીએ સ્પીડે આગળ વધી રહી છે કે તે કંપનીના ટોપ એક્ઝિક્યુટિવ અથવા સીઈઓની નોકરીઓ પણ છીનવી શકે છે.
યુએસ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું કે, એઆઈ કંપનીઓ લોકોની મંજૂરી લીધા વિના તેમના જીવન સાથે રશિયન રુલેટ રમી રહી છે. એઆઈ બૂમ પાછળ આંધળી થયેલી કંપનીઓ નફો કમાવવા મથી રહી છે. તેમને માણસના જીવનની કોઈ પરવા નથી. તેમણે એઆઈ ટેકનોલોજી વિશે સમજાવતા કહ્યું કે, તમે જે કંઈ પણ કરવા માંગો છો. તે એઆઈ સારી રીતે કરી શકે છે. તમે સર્જન બનવા માંગો છો. તો બીજી તરફ એક રોબોટ છે જેને સર્જન બનવામાં માત્ર સાત સેકન્ડનો સમય લાગે છે અને તે કોઈપણ માણસ કરતા સારો સર્જન બની શકે છે.
તેમણે એક કાલ્પનિક બોર્ડ રૂમ મિટિંગનું વિવરણ કરતા કહ્યું કે, વિચારો એક સીઈઓને તેના બોર્ડના મેમ્બર્સ કહી રહ્યાં છે કે, તમે તમારી નિર્ણય લેવાની ક્ષમતા એઆઈને સોંપી દો, નહીતર તમને કાઢી મૂકવા પડશે કારણ કે, એઆઈ પાવર્ડ સીઈઓ તમારા કરતા ઘણું સારું કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ એઆઈ લેન્ડસ્કેપ મુજબ પોતાને નહીં ઢાળે તેની જોબ ખતરામાં છે.
એઆઈને કારણે નોકરીઓ જશે અને તેના કારણે નોકરીઓ વધશે પણ ખરી. નોકરીઓ એવા વ્યક્તિઓને મળશે જેઓ પોતાને એઆઈ ટેકનોલોજી સાથે યોગ્ય રીતે ઢાળી શક્શે. તેમણે ભાર મૂકતા કહ્યું હતું કે, મને લાગે છે કે, જે લોકો એઆઈ અપનાવવાનું શીખશે અને તેની સાથે યોગ્ય કામ કરવાનું શીખશે તે સારું કરશે. તમે શિક્ષક બનવા માંગો છો કે ડોક્ટર, તે બધા પ્રોફેશન્સ હશે પરંતુ, દરેક પ્રોફેશનને ઉપયોગી એઆઈ ટૂલ્સનો ઉપયોગ જરૂરી બનશે.

