New Delhi,તા.7
અમદાવાદની એર ઈન્ડીયા વિમાની દુર્ઘટના પર સર્વોચ્ચ અદાલત આજે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું કે આ દુર્ઘટના માટે પાઈલોટને દોષીત ઠેરવવા જોઈએ નહી. દુર્ઘટનામાં દિવંગત થયેલા એક પાઈલોટ સુમીત સભરવાલના પિતા પુષ્કરરાજ તથા ભારતીય પાઈલોટ મહાસંઘની અરજી પરથી સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે એક નોટીસ જારી કરી છે અને કોઈ ચોકકસ પુરાવા વગર પાઈલોટને દોષીત ઠેરવી શકાશે નહી.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે પરંતુ પ્રારંભીક રિપોર્ટમાં પાઈલોટની ભુલ બતાવવામાં આવી નથી અને તે રિપોર્ટ ખોટી હોય તેવું માનવાને કારણ નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બાગચી એ જણાવ્યુ કે બે પાઈલોટ વચ્ચેની વાતચીત દર્શાવે છે કે તેમની કોઈ ભુલ ન હતી.
અમેરિકન અખબાર વોલસ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જે રીતે માહિતી આપવામાં આવી તેના પર સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રકારના રિપોર્ટથી કોઈ પરેશાની અનુભવવી જોઈએ નહી.
12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલા એરઈન્ડીયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનરને તેની ઉડાનના છ મીનીટમાં જ જે દુર્ઘટના નડી હતી અને વિમાન તુટી પડયું હતું જેમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાની પ્રવાસીઓ અને જમીન પર કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા.

