New Delhi,તા.7
એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને બુધવારે જણાવ્યું હતું કે, એર લાઇને એક ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય ઉડાનોની તબકકાવાર બહાલી શરૂ કરી દીધી છે. અને એક ઓકટોબર સુધીમાં બધી સેવાઓ પુરી રીતે પુન: સ્થાપીત કરી દેવામાં આવશે. વિલ્સને આશા વ્યકત કરી હતી કે તબકકાવાર બહાલી દરમિયાન યાત્રીને બહેતર અનુભવ થશે.
વિલ્સને એમ પણ જણાવ્યું હતું કે, હાલના સપ્તાહમાં ટેકનીકલ કારણો અને ક્ષેત્રીય હવાઇ ક્ષેત્ર બંધ થવા જેવા પડકારોને અસર થઇ છે. કંપની આ ફરીયાદોને ઓછી કરવા માટે આંતરીક પ્રક્રિયાઓને મજબુત કરી રહી છે.
વિલ્સને ભરોસો આપ્યો હતો કે, યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે કઠોર અને બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલ લાગુ છે. તેમણે ગ્રાહકોને એક સંદેશમાં જણાવ્યું હતું કે અમે આ મુદાને ગંભીરતાથી લઇએ છીએ અને આવી પરિસ્થિતીઓથી પેદા થતી અસુવિધાઓને ઓછી કરવા માટે કામ કરી રહ્યાં છીએ.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જયારે 12 જુને લંડન જઇ રહેલ એર ઇન્ડિયાના બોઇંગ વિમાન અકસ્માતનો શિકારી બની ગયું હતું. જેમાં 260 લોકોના મોત નિપજયા હતા. આ ઉપરાંત હાલના સપ્તાહમાં ટેકનીકલ કારણોથી એર ઇન્ડિયાની કેટલીક ઉડાનો રદ કે વિલંબીત થઇ છે.