New Delhi તા.10
એરટેલ અને વોડાફોન-આઈડીયા (વીઆઈ)એ પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો છે, જયારે વીઆઈએ પોતાના એક મોટા પ્લાનને મોંઘો કરી નાખ્યો છે.
ભારતી એરટેલે પોતાના ફપ્રીપેડ યુઝર્સ માટે ટ્રુલી અનલિમિટેડ પ્લાનમાં ફેરફાર કર્યા છે. પહેલા આ પ્લાન 189 રૂપિયાથી શરૂ થતો હતો પણ ટેરિફ હાઈડે 2025ને લઈને હવે સૌથી સસ્તો આ પ્લાન 199 રૂપિયાનો થઈ ગયો છે.
કંપનીએ 189 વાળો પ્લાન પુરી રીતે બંધ કરી દીધો છે. આ જ રીતે વોડાફોન આઈડીયા (વીઆઈ)એ પણ 2025માં પોતાના પ્લાન મોંઘા કરી નાખ્યા છે. કંપનીનુ કહેવુ છે કે રિચાર્જના હાલની કિંમત સાથે આગળ નહોતું વધી શકાતુ હતું. 1999 રૂપિયા વાળો પ્લાન હવે 2249 રૂપિયાનો થઈ ગયો છે.
જો કે તેમાં કેટલાક ફાયદા જોડવામાં આવ્યા છે. એરટેલના 199 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસમાં અનલિમિટેડ વોઈસ કોલ રોજ 100 એસએમએસ, 2 જીબી ડેટા મળે છે, જયારે 2249 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલીડીટી છે. જેમાં અનલિમિટેડ વોઈસ કોલ, 3600 એસએમએસ અને હવે 30 જીબી (6 જીબીથી વધુ) કે 40 જીબી (4 જીબીથી વધુ) ડેટા મળશે.

