Mumbai, તા.૨૨
બોલિવૂડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછી સક્રિય છે. ગ્લેમરની દુનિયાથી દૂર અભિનેત્રી પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર પણ ખાસ સક્રિય નથી. ઐશ્વર્યા ફક્ત ખાસ પ્રસંગોએ જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરે છે. ગઈકાલે મિસ વર્લ્ડે તેના પિતાને તેમના જન્મદિવસ પર ભાવનાત્મક પોસ્ટ સાથે યાદ કર્યા હતા. અભિનેત્રીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફોટો જ શેર કર્યા છે, જેમાં આરાધ્યાના કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા રાય બચ્ચને તેના પિતા કૃષ્ણરાજ રાય માટે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમાળ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, “હેપ્પી બર્થડે ડિયરસ્ટ ડેડી-અજ્જા. અવર ગાર્ડિયન એન્જલ, અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમારા બધાના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. અમે તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છીએ.” આ સાથે ઐશ્વર્યા રાયે પુત્રી આરાધ્યાના પિતા સાથે ફોટોઝ શેર કર્યા છે. જેમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવતા અને ખુશ જોવા મળી રહ્યા છે.
મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે શેર કરેલા ફોટોમાં જોઈ શકો છો કે, નાની આરાધ્યા માતા અને નાનાજી પર પ્રેમ વરસાવી રહી છે. પહેલા ફોટોમાં તે ઐશ્વર્યાના હાથમાં છે, જ્યારે બીજામાં નાનાજીના હાથમાં જોવા મળી રહી છે. ફેન્સ અભિનેત્રીએ શેર કરેલા ફોટોઝ જ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને વખાણ કરતા જોવા મળ્યા છે. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયનું ૨૦૧૭માં મુંબઈમાં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. ઐશ્વર્યા તેના પિતાની ખૂબ નજીક હતી, અને તેમના અવસાન બાદ તેણી હંમેશા જન્મદિવસ કે પુણ્યતિથિ પર તેમને યાદ કરીને પોસ્ટ શેર કરતી રહે છે.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે સાઉથ ફિલ્મ પ્રોડ્યુસર મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વન ૨માં જોવા મળી હતી. થોડા સમય પહેલા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાને લઈને સમાચારમાં હતા. કારણ કે બંનેએ જુલાઈમાં અનંત-રાધિકાના લગ્નમાં અલગ-અલગ એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ ફરી ઐશ્વર્યા પોતાની દીકરી સાથે એકલી વેકેશન માણવા પહોંચી હતી. ત્યાર બાદ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન કેટલીક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ તેમના છૂટાછેડાની અફવાઓ શાંત પડી હતી.

