New Delhi, તા.26
ભારતીય નિશાનેબાજોનું એશિયન શૂટીંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યંy છે. આજે યુવા નિશાનેબાજ ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે પુરુષોની પ0 મીટર રાયફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઐશ્વર્યનો ફાઇનલમાં 462.પ પોઇન્ટનો સ્કોર રહ્યો હતો. સિલ્વર મેડલ ચીનના વેનયૂ ઝાઓ (462)ને મળ્યો હતો. જયારે જાપાનના નાઓયા ઓકાડોએ 44પ.8 પોઇન્ટ સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યોં હતો. આ પહેલા ગઇકાલે ગુજરાતની મહિલા નિશાનેબાજ અનાલેવેલીએ બીજો ગોલ્ડ મેડલ જીતીને જોરદાર સફળતા મેળવી હતી.