Mumbai,તા.29
ગઈકાલે એક વિમાની દુર્ઘટનામાં દિવંગત થયેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવારનો પાર્થિવ દેહને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી.ગઈકાલે બારામતી એરપોર્ટ પર શ્રી પવાર તથા અન્ય ચાર લોકોના આ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા શ્રી પવારની ઓચિંતી ચીર વિદાયથી પવાર પરિવારના પોલીટીકસને પણ મોટો આંચકો લાગ્યો છે.
ગઈકાલે તેમના પાર્થિવ દેહને તેઓએ જ બારામતીમાં સ્થાપેલી વિદ્યા યુનિવર્સિટીમાં અંતિમ દર્શન માટે રખાયો હતો. જયાં રાજયભરમાંથી અને દેશના અનેક રાજકીય પક્ષો સહિતના ક્ષેત્રોના અગ્રણીઓએ સ્વ. પવારના પાર્થિવ દેહને પુષ્પાંજલી અપાઈ હતી.
આજે સવારે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા ભારે મગ્ન વાતાવરણ વચ્ચે યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિતીન નબીન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા પુરુ મંત્રીમંડળ તથા મહારાષ્ટ્રના વિપક્ષના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુભાવોએ પવાર પરિવારના વડીલ અને પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ શોક વ્યક્ત કર્યો હતો. પાર્થિવ દેહને શ્રી પવારના નિવાસથી બારામતી વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે લઈ અવાયા બાદ વેદોના ઉચ્ચાર તથા અજીત પવાર તુમ અમર રહો ના નારા લે છે તેમના પુત્રોએ મુખાગ્ની આપી હતી તે પુર્વે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવો વતી પાર્થિવ દેહને પુષ્પાંજલી અપાઈ હતી.છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા શ્રી પવારના આ આકસ્મીક નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો ખાલીપો સર્જાયો છે.

