Birmingham,તા.07
બર્મિંગહામ ટેસ્ટમાં 10 વિકેટ લેનાર આકાશ દીપે પોતાનું પર્ફોમન્સ કેન્સર સામે ઝઝૂમી રહેલી તેની બહેનને સમર્પિત કર્યું છે. વિજય પછી, તેણે કહ્યું – ’જ્યારે પણ મેં બોલ લીધો, ત્યારે તેના વિચારો અને છબીઓ મારા મગજમાં આવતી. આ પ્રદર્શન તેને સમર્પિત છે.’ ચેતેશ્વર પૂજારા સાથે વાત કરતી વખતે તે ભાવુક થઈ ગયો.
આકાશદીપે કહ્યું- ’મેં આ વિશે કોઈ સાથે વાત કરી નથી, પરંતુ 2 મહિના પહેલા મારી બહેનને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે મારા પ્રદર્શનથી ખૂબ ખુશ થશે અને તેના ચહેરા પર સ્મિત આવશે. આકાશદીપે પોતાની લાગણીઓને કાબૂમાં રાખતા પૂજારાને કહ્યું- ’હું તેને કહેવા માંગુ છું, બહેન, અમે બધા તમારી સાથે છીએ.
આકાશ દીપ મેચ વિશે વાત કરતા કહ્યું તે ખુશ ખુશ છે કારણ કે તેણે બનાવેલી યોજનાઓ કામ કરી ગઈ. તેણે કહ્યું, ’મેં લોર્ડ્સ માટે મારી રણનીતિ વિશે વિચાર્યું નથી, પરંતુ તે અહીંની રણનીતિથી બહુ અલગ નહીં હોય.’ આકાશ દીપ એજબેસ્ટન મેદાન પર ઇંગ્લેન્ડ સામે 10 વિકેટ ઝડપી હતી.