આ ફિલ્મ માટે લીડ હિરોઇનની શોધ ચાલી રહી છે. અક્ષય અને અનીસ અગાઉ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે
Mumbai, તા.૩૦
અક્ષય કુમાર એક પછી એક સફળ ફિલ્મ આપી રહ્યો છે અને એક પછી એક ફિલ્મ સાઇન કરી રહ્યો છે. છેલ્લે તેની ફિલ્મો ‘સ્કાય ફોર્સ’ અને ‘કેસરી ચેપ્ટર ૨’ ઘણી સારી ચાલી છે. તેના પછી આવેલી તેની ‘હાઉસફુલ ૫’ અને ‘જોલી એલએલબી ૩’માં તેના કોમિક ટાઇમિંગે પણ ઓડિયન્સને મજા કરાવી છે. હવે તે ૨૦૨૬-૨૭માં પણ એક પછી એક ફિલ્મ લઇને આવશે. એક તરફ તે ફરી એક વખત પ્રિયદર્શન સાથે એક પછી એક ત્રણ ફિલ્મ કરી રહ્યો છે, ‘ભૂત બંગલા’, ‘હૈવાન’ અને ‘હેરાફેરી ૩’. આમાંથી પહેલી બે ફિલ્મ તો આવતા વર્ષે રિલીઝ પણ થઈ જશે. તેમના પછી તે ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ કરી રહ્યો છે. હવે તે ફરી એક વખત અનીસ બાઝમી સાથે પણ કામ કરી રહ્યો હોવાના અહેવાલ છે. પહેલાં એવી ચર્ચા હતી કે અનીસ બાઝનીની ‘રામ ઔર શ્યામ’માં અક્ષય કુમાર ડબલ રોલમાં જોવા મળશે. પરંતુ હવે આ મુદ્દે નવા અહેવાલો મુજબ અક્ષય કુમાર અને અનીસ બાઝમી સાથે ફિલ્મ કરી રહ્યા છે, પરંતુ ‘રામ ઔર શ્યામ’ માટે નહીં. અક્ષય કુમાર અનીસ બાઝમી સાથે અન્ય એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મ જાણીતા તેલુગુ પ્રોડ્યુસર દિલ રાજુ શ્રી વેંકટેશ્વરા ક્રિએશન્સ હેઠળ પ્રોડ્યુસ કરશે. હાલ આ ફિલ્મ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, તેનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે. આ ફિલ્મ માટે લીડ હિરોઇનની શોધ ચાલી રહી છે. અક્ષય અને અનીસ અગાઉ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

