Gondal તા.23
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચી મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેને ડીવાયએસપી ઝાલા દ્વારા બે દિવસની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સોમ અને મંગળવારના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં આજે ફરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
ત્રાકુડા ગામના પૂર્વ તલાટી મંત્રીના કૌભાંડની તપાસ ચલાવી રહેલ ગોંડલ ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું હતું કે પૂર્વ તલાટી મંત્રી હાપલિયા ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેને બે દિવસની રિમાન્ડની માંગ સાથે ગોંડલના ભટ્ટીની કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અદાલતે તેને સોમ અને મંગળવારના ડિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન હજુ કશું વિશેષ જાણવા મળેલ નથી તેથી તેને ફરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે કોર્ટના આદેશ બાદ વધુ તપાસ હાથ ધરાશે તેવું અંતમાં જણાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી. પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હતી.
આ બનાવ અંગે ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી નાખી સહિતની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.