Amreli,તા.26
બગસરા પોલીસ સ્ટેશનમાં સને 2003 થી 2024 ના સમયમાં મળી આવેલ કુલ-10 ગુન્હાઓનો કુલ 909 વિદેશી દારૂના મુદ્દામાલનો કોર્ટના હુકમ આધારે નાશ બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતો.
આ બનાવમાં મળતી વિગત મુજબ બગસરા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી, બગસરા પોલીસ ઇન્સપેક્ટર તથા અમરેલી નશાબંધી સુપ્રી.અધિ.ની હાજરીમાં ગત તા.23 ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સને 2003 થી 2024 ના મળી કુલ-10 ગુન્હાઓની કુલ 909 વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ કિમત રૂપિયા 2,62,849 નો જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ બગસરાના હુકમ આધારે કાયદેસર કાર્યવાહી કરી તમામ વિદેશી દારૂનો નાશ બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતો.