Gandhinagar,તા.૨૨
અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીને પગલે ઝ્રસ્એ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. આગામી ૨૪ કલાક કંટ્રોલરુમ કાર્યરત રાખવા મુખ્યપ્રધાનને સૂચના આપી છે. તકેદારી સાથેના સલામતીના પગલા લેવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિશા- નિર્દેશ આપ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરુમને ૨૪ કલાક કાર્યરત રાખવા સૂચન કર્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી ૬ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ૨૫ મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ આપ્યા છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની શક્યતાના પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ૨૪ મેના રોજ રાજ્યમાં સાર્વિત્રિક વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.