Mumbai,તા.21
મુંબઈના 2006ના ટ્રેન બોંબ વિસ્ફોટમાં હાઈકોર્ટે આજે તમામ 12 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કરીને જો તેઓ અન્ય કોઈ કેસમાં આવશ્યક ન હોય તો તૂર્ત જ જેલ મુકત કરવા આદેશ આપ્યો છે.
11 જુલાઈ 2006ના મુંબઈમાં વેસ્ટર્ન રેલવેની સાત લોકલ ટ્રેનમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા જેમાં 180 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં ખાસ અદાલતે 2015માં 12 લોકોને દોષીત જાહેર કર્યા હતા જેમાં પાંચને મૃત્યુદંડ અને સાતને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
જેની સામે આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટમાં કરેલી અપીલમાં આજે ઉઘડતી અદાલતે જ આપવામાં આવેલા ચૂકાદામાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનીલ પીલ્લોર અને ન્યાયમૂર્તિ શ્યામ ચાંડકની ખંડપીઠે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, ફરીયાદ પક્ષ આરોપીઓ સામે આ કેસ સાબીત કરવામાં પૂરી રીતે નિષ્ફળ ગયો છે.
એ માનવું મુશ્કેલ છે કે, આરોપીઓએ આ અપરાધ કર્યો છે અને તેથી જ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. અને સ્પષ્ટ કયુર્ં હતું કે આ સિવાયના કેસમાં જો બાર આરોપીમાંથી કોઈ અન્ય કેસમાં આરોપી ન હોય તો તેને તાત્કાલીક જેલમુકત કરવાના રહેશે.
હાઈકોર્ટના આ ચૂકાદાએ મુંબઈના 2006ના એ બોંબ વિસ્ફોટમાં ફરી એક વખત નવા પ્રશ્ર્નો સર્જયા છે અગાઉ મહારાષ્ટ્રની ખાસ મકોકા કોર્ટે
તમામ આરોપીઓને દોષીત ગણાવ્યા હતા.