Dhoraji, તા.6
ઉના દલીત અત્યાચાર કાંડ વખતે ધોરાજીમાં ભુખી ચોકડી પાસે એસ.ટી. બસ રોકી સળગાવી દેવાનો બનાવ બનેલ તેમાં તમામ આરોપીઓને ધોરાજી સેશન્સ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ તા. 5-8નાં રોજ ફરમાવેલ છે.
આ બનાવની હકીકત એવી છે કે, ગત તા. 3/1/2018નાં રોજ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની રાજકોટ ઉપલેટાની લોકલ બસ અતુલભાઇ કરમશીભાઇલુણાગરીયા એસ.ટી. ડ્રાઇવર છે તેઓ બસ લઇને નીકળેલા અને સાંજના સાડા સાત વાગ્યે રાજકોટથી નીકળી ધોરાજી પહોંચેલા ત્યારે બસમાં કુલ 13 પેસેન્જરો બેઠેલ હતા .
અને સાંજનાં પોણા આઠેક વાગ્યે ધોરાજી ઉપલેટા રોડ પર ભુખી ચોકડી પાસે બસ પહોંચેલ ત્યારે પાંચ-છ છોકરાઓએ બસ ઉભી રખાવેલ તે દરમિયાન ર0 થી રપ લોકોએ દોડી આવી બસને ઘેરી લીધેલ જે પૈકી ઘણા પાસે પાવડાનાં હાથા તથા પેટ્રોલના શીશા હતા.
આ લોકોએ બસ અને ડ્રાઇવર પર હુમલો કરેલ તે વખતે બસનાં પેસેન્જરો તથા ક્ધડકટરને દહેશતમાં મુકી આ તોફાની ટોળાએ બસને પેટ્રોલ છાટી આગ લગાડી દીધેલ અને ડ્રાઇવરે તમામ પેસેન્જરો તથા ક્ધડકટરને સલામત રીતે નીચે ઉતારી લીધેલ. ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી બસની આગ ઓલવેલ. આ મતલબની ફરીયાદ અતુલભાઇ કરમશીભાઇ લુણાગરીયાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આપેલ.
આ કેસમાં પોલીસે વિપુલ ઉર્ફે જોન્ટી રવજીભાઇ બગડા રહે. ઝાંઝમેર તથા પાર્થ ઉર્ફે બેબો ચતુરભાઇ ગોહીલ (રહે. રાજકોટ) તથા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પમાભાઇ ભાસ્કર તથા નીતિન ઉર્ફે કાનો વલ્લભભાઇ વાઘેલા તથા કૌશલ મનસુખભાઇ સોલંકી તથા યોગેશ દામજીભાઇ ભાષા તથા માધવ ગોવિંદભાઇ સોંદરવા તથા હસમુખ મુળજીભાઇ સોંદરવા તથા વિશાલ વિરજીભાઇ કુંભાણી રહે. પારડી તથા ધવલ રવજીભાઇ ભાષા તથા હિરેન રવજીભાઇ ભાષા તથા ગોપાલ કેશવભાઇ પરમાર તથા શૈલેશ બાબુભાઇ સોંદરવા તથા વિશાલ ખીમજીભાઇ પરમાર તથા જીતેશ હીરાભાઇ ગોહીલ વિગેરેની ધરપકડ કરી પ્રાથમિક પુરાવો મળતા ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ.
આ કેસ ચાલી જતા ફરીયાદપક્ષ તથા આરોપી પક્ષને પુરાવો અદાલત રૂબરૂ નોંધવામાં આવેલ તેમાં આરોપીઓને સંડોવતો કોઇ સ્પષ્ટ પુરાવો રેકર્ડ આવી શકેલ નહીં. ત્યારબાદ લંબાણપૂર્વકની દલીલો થતા તા. પ-8નાં રોજ ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ.શેખએ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.\આ કામમાં આરોપી વિશાલ વિરજીભાઇ કુંભાણી તરફે ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તથા પ્રદિપસિંહ ગોહીલ રોકાયેલ હતા.