Ahmedabad,તા.૨૭
ઓલ ઇન્ડિયા સીએનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. રિયા શાહ ૮૩.૫૦ ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને ભારતમાં બીજા ક્રમાંકે આવી છે. નોંધનીય છે કે, ઓલ ઇન્ડિયા સીએનું પરિણામ ૧૩.૪૫ ટકા આવ્યું છે.
સીએના પરિણામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા બાદ રિયા શાહે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પરીક્ષાના સમયે મારી તબિયત સારી નહોતી પણ પરિવારની હિંમતથી પરીક્ષા આપી ખૂબ મહેનત કર્યા બાદ આજે પરિણામ મળતાં ખુશી છે.’
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે (૨૭ ડિસેમ્બર ૨૦૨૪) આઇસીએઆઇ સીએ ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં આ પરિણામથી દેશને ૧૧૫૦૦ નવા સીએ મળ્યા છે. હૈદરાબાદના હરમ્બ મહેશ્વરી અને તિરુપતિના ઋષભ ઓસટવાલે સંયુક્ત રીતે ટોપ થ્રીમાં પ્રથમ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ ૮૪.૬૭ ટકા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદની રિયા કુંજન કુમાર શાહે ૮૩.૫૦ ટકા અને ત્રીજા ક્રમે આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ ૮૨.૧૭ ટકા મેળવ્યા છે.
નવેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં ગ્રુપમાં ૬૬૯૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૧૨૫૩ એટલે કે ૧૬.૮ ટકા ઉમેદાવારો પાસ થયા હતા. જ્યારે બીજા ગ્રુપના ૪૯૪૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૦૫૬૬ ઉમેદવારો સફળ થયા હતા. એટલે કે ૨૧.૩૬ ટકા પાસ થયા છે. બંને ગ્રૂપમાં ઉપસ્થિત ૧૩.૪૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, આ માટે ૩૦૭૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૧૩૪ વિદ્યાર્થીઓ સફળ થયા હતા.