Morbi,તા.21
લીલાપર ચોકડીએ યુવાનની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે તમામ સાત આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૧૮ ના રોજ લીલાપર ચોકડીએ યુવાનની હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી માતાએ જણાવ્યું હતું કે આરોપી મહેશ ઉર્ફે પાંચોની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વીનું સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીના દીકરા મૃતક ગીરીશ (ઉ.વ.૨૭) વાળો મદદ કરતો હોવાનો શક વહેમ રાખી ફરિયાદીના દીકરા વિરુદ્ધ વર્ષ ૨૦૧૭ માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બે દિવસ પૂર્વે આરોપી દિલીપ મહેશ સાથે દીકરાને ગાળો બોલવા બાબતે મારામારી થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓએ છરીના ઘા મારી તેમજ પાઈપ અને પથ્થર વડે ઈજા કરી ફરિયાદીના દીકરા ગિરીશની હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે સાત આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
તાલુકા પોલીસે હત્યાના ગુનામાં આરોપી દિલીપ મહેશ કણઝારીયા, અરવિંદ ઉર્ફે મુન્ના ડાયાભાઇ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુ ડાયાભાઇ પરમાર, મહેશ ઉર્ફે પાચા ડાયાભાઇ પરમાર, દિનેશ ઉર્ફે જગદીશ ડાયાભાઇ પરમાર અને અમિત મહેશ ઉર્ફે પાચા પરમાર રહે બધા વજેપર મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે