કાયદાકીય પ્રક્રિયા અનુસરી અલગ અલગ કમિટીઓની રચના કરી માગણીને પ્રબળ બનાવવા સધન કામગીરી હાથ ધરાશે
સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા અને તાલુકા મથકોના બાર એસો.ના હોદેદ્દારો મોટી સંખ્યામાં રહ્યા હાજર
Rajkot,તા.26
રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના વર્ષોજુની રાજકોટને હાઈકોર્ટ બેંચ ફાળવવાના પ્રશ્ને ગઈકાલે આત્મીય કોલેજ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ કક્ષાની યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલ મંડળોએ રાજકોટને હાઇકોર્ટ બેંચની માગણીને સમર્થન જાહેર કરી એકજૂથ થઈ લડતમાં સાથે રહેવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે હાઇકોર્ટ બેંચ લડત અનુસંધાને જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી.શહેરના આત્મીય યુનિવર્સિટી ખાતે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટની બેન્ચની માંગણી અર્થેના શરૂ કરેલ પ્રયાસો અન્વયે સૌરાષ્ટ્ર કચ્છના બાર એસો. દ્વારા સમર્થનકારી ઠરાવો મળતાં તમામના મંતવ્યો અને માર્ગદર્શન અર્થે મહત્વની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના શહેર, જિલ્લા અને તાલુકા મથકોના બાર એસોસિએશનોના હોદેદ્દારો મોટી સંખ્યામાં હાજર રહી રાજકોટને હાઇકોર્ટ બેંચના પ્રશ્ને સમર્થન આપી સુર પુરાવ્યો હતો, કાયદાકીય પ્રક્રિયા અનુસરી સૌરાષ્ટ્ર કચ્છના વડામથક રાજકોટને હાઈકોર્ટ બેન્ચ માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર કચ્છના વડામથક એવા રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય કાયદા પ્રધાન , રાજયપાલ, ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી કાયદા મંત્રીને પ્રપોઝલ તૈયાર કરી, મોકલાવીને હાઈકોર્ટ બેન્ચ મળે તે નક્કર દિશામાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. ભવિષ્યમાં આ દિશામાં વિવિધ કમિટીમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સિનિયર તથા જુનિયર એડવોકેટોની નિમણુંક કરવામાં આવશે. ગુજરાત રાજયની સ્થાપના થઈ તે પહેલાં બ્રિટિશ સમયથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટ રાજકોટ મુકામે કાર્યરત હતી. રાજકોટ શહેરને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે સને ૧૯૮૩માં આંદોલનો પણ થયેલા, પરંતુ કોઈપણ કારણોસર તે માંગણી પરિપૂર્ણ થઈ શકેલ નહીં, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોલ્હાપુરને હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવેલ. જેથી સૌરાષ્ટ્ર કચ્છની વર્ષો જુની માંગણી જીવંત થતાં નવા દિશાસૂચન થકી આ દિશામાં પ્રયાસો કરવામાં આવેલ અને તેના ફળસ્વરૂપે જ રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા અને તાલુકાના વિવિધ બાર એસોસિએશનોના હોદ્દેદારો એક મંચ ઉપર આવ્યા હતા અને રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે દિશામાં નક્કર આયોજન હાથ ધર્યું છે.રાજકોટ બાર એસોસિએશને કરેલા આયોજનમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા, તાલુકાઓના અને રાજકોટના વિવિધ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સિનિયર અને જુનિયર વકીલો દ્વારા હાઈકોર્ટ બેન્ચ મેળવવા પ્રશ્ને અભૂતપૂર્વ સમર્થન આપવામાં આપવા બદલ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ બારના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં જી. કે. ભટ્ટ, હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા, એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, બિપીન આર. કોટેચા, રમેશભાઈ કથીરીયા, અશોકસિંહ વાઘેલા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, વિજયભાઈ તોગડીયા, જયંતભાઈ ગાંગાણી, ગોપાલભાઈ ત્રિવેદી, નરેશભાઈ સીનરોજા, રૂપરાજસિંહ પરમાર, જે.જે. ત્રિવેદી, પ્રવીણભાઈ કોટેચા, નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, મહિલા બારના પ્રમુખ નયનાબેન ચૌહાણ, અધિવકતા પરિષદના હસમુખભાઈ ગોહેલ, ક્રિમિનલ બારના પ્રમુખ રાજકુમાર હેરમા, ફેમિલી કોર્ટના પ્રતિનિધિ દિલીપભાઈ જોષી, લેબર બારના પ્રમુખ યાદવભાઈ, રાજકોટ બારના પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણી, લીગલ સેલના રમેશભાઈ સખીયા, જયેન્દ્ર ગોંડલીયા, સ્તવન મહેતા સહીતના ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બારના તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો પરેશ મારૂ, સુમિત વોરા, સંદિપ વેકરીયા, જીતેન્દ્ર પારેખ, પંકજ દોંગા, કેતન મંડ, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડીયા, તુષાર દવે, નિકુંજ શુકલ, સંજય ડાંગર, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, કિશન રાજાણી, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા, કિશન વાલવાએ જહેમત ઉઠાવી હતી.