Melbourne તા.7
ભારત અને ઓસ્ટ્રેલિયા 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન પાંચ મેચની T20I શ્રેણી રમશે. શ્રેણીની બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે, અને મેચની બધી જાહેર ટિકિટો પહેલાથી જ વેચાઈ ગઈ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ પુષ્ટિ આપી છે કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બંને દેશો વચ્ચે રમાનારી T20I મેચ માટે ટિકિટોનું વેચાણ પૂરુ થઈ ગયું છે, જે 31 ઓક્ટોબરના રોજ મેચના લગભગ ત્રણ અઠવાડિયા પહેલા થઈ ગઈ છે.
CA ના જણાવ્યા અનુસાર, MCG ખાતે રમાનારી T20 મેચ માટે AFL સભ્ય ટિકિટ સોમવારથી વેચાણ માટે ઉપલબ્ધ થશે, જ્યારે MCC મંગળવારથી સભ્ય ટિકિટ ઉપલબ્ધ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 19 થી 25 ઓક્ટોબર દરમિયાન પર્થ, એડિલેડ અને સિડનીમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે.
રાહુલ દ્રવિડના પુત્રને કેપ્ટન્સી
બેંગલુઃ
દિગ્ગજ રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ આ સિઝનમાં 9 થી 17 ઓક્ટોબર દરમિયાન દેહરાદૂનમાં યોજાનારી વેણુ માંકડ ટ્રોફીમાં કર્ણાટકનું નેતૃત્વ કરશે. તે ટુર્નામેન્ટની છેલ્લી સિઝનમાં રાજ્ય માટે સૌથી વધુ સ્કોરર હતો.
મિતાલી અને રવિના નામ પર સ્ટેન્ડ
વિશાખાપટ્ટનમઃ ACA-VDCA વિશાખાપટ્ટનમ ક્રિકેટ સ્ટેડિયમના બે સ્ટેન્ડનું નામ મહાન ભારતીય મહિલા ક્રિકેટરો મિતાલી રાજ અને રવિ કલ્પનાના નામ પર રાખવામાં આવશે. આ સ્ટેન્ડનું ઉદ્ઘાટન 12 ઓક્ટોબરે ભારત-વિ-ત્રેલિયા વર્લ્ડ કપ મેચ સાથે કરવામાં આવશે.
આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ સાથે ઓગસ્ટ 2025માં ‘બ્રેકિંગ બાઉન્ડ્રીઝ’ ઇવેન્ટમાં બેટ્સમેન સ્મૃતિ મંધાનાની વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.