દવા પીવડાવી દીધા બાદ સાસરિયામાથી ભાગીને રાજકોટ આવેલી પરણીતા હોસ્પિટલ ચોકમાં જ ઢળી પડી
Morbi,તા.29
મોરબી શહેરના રેલવે સ્ટેશન પાસે લાયન્સ નગર માં રહેતી અને રાજકોટમાં પિયર ધરાવતી સોનલબેન રાહુલભાઈ મકવાણા ફીનાઇલ પીધેલી હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, સોનલબેને નિવેદન માં પતિ રાહુલ મકવાણા અને પરિવારજનો એ ફિનાઈલ પીવડાવી દીધાનું જણાવ્યું હતું, 25 વર્ષનુ લગ્નજીવન સંતાનમાં બે દીકરા , સાસુ સસરા સહિત સંયુક્ત કુટુંબમાં રહેતી સોનલબેન ને પરિવારજનોએ જ ફિનાઈલ પીવડાવી દીધા ના આક્ષેપ સાથેનાબનાવમાં દવાખાને દાખલ કરનાર પરણીતાના પિતરાઈ ભાઈ પ્રવીણભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે પોતાની બહેન સોનલ ને પરિવારજનોએ ફિનાઈલ પીવડાવી દીધા બાદ તે ગમે તેમ કરીને રાજકોટ આવી ગઈ હતી અને હોસ્પિટલ ચોકમાં જ બેભાન થઈ ગઈ હતી, સંબંધીઓએ સોનલ હોસ્પિટલ ચોકમાં પડી હોવાનું જણાવતા પોતે દવાખાને લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
સોનલબેન ના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે બપોરે સોનલબેન ને તેના પતિ સહિતના પરિવારજનોએ દવા પીવડાવી દીધી હતી અત્યારે સોનલબેન ની દવાખાને સારવાર ચાલી રહી છે આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે