New Delhi,તા.5
1 ઓગસ્ટથી પ્રોવિડન્ટ ફંડ્સ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)ની ફાળવણી અને એક્ટિવેશન ઉમંગ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (FAT)નો ઉપયોગ કરીને કરવામાં આવશે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના 1 ઓગસ્ટના પરિપત્ર અનુસાર, યુએએનને ભૂલ મુક્ત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તે શા માટે જરૂરી છે?
કર્મચારીઓ માટે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સક્રિય કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તેઓ ઇપીએફઓની ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરી શકે. તેમાં ઇપીએફનો લાભ લેવાનો અને એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) પ્રોગ્રામમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.
ઇપીએફમાંથી પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા અને માહિતી અપડેટ કરવા જેવી સેવાઓ માટે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે.
કેવી રીતે જનરેટ અને એક્ટિવેટ કરવો ?
એવા યુઝર્સ માટે કે જેમની પાસે યુએએન નથી અને તેને જનરેટ અને એક્ટિવ કરવા માંગે છે
સ્ટેપ 1: ઉમંગ એપ પર યુએએન એલોટમેન્ટ અને એક્ટિવેશન પર જાઓ.
સ્ટેપ 2: નીચેની માહિતી ભરો: આધાર નંબર, મોબાઇલ, આધાર ચકાસણી માટે સંમતિ પર ટિક કરો.
સ્ટેપ 3: સેન્ડ ઓટીપી પર ટેપ કરો અને તમારા આધાર સાથે જોડાયેલા નંબર પર આવતાં ઓટીપીથી ખાત્રી કરો.
સ્ટેપ 4: જો પૂછવામાં આવે તો, આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
સ્ટેપ 5: જા હાલનું યુએએન (UAN ) ન મળે, તો ફેસ ઓથેન્ટિકેશન સાથે આગળ વધો. સંમતિ આપો અને ફેસ ઓથેન્ટિકેશન પર ટેપ કરો. ફેશિયલ સ્કેન કરવામાં આવશે.
સ્ટેપ 6: વેરિફિકેશન બાદ આ સિસ્ટમ UAN જનરેટ કરશે અને એસએમએસ દ્વારા તમારા મોબાઇલ પર મોકલશે.
શું છે નવી સુવિધાઓ?
એફએટીનો ઉપયોગ કરનારા ઇપીએફ મેમ્બર્સ માટે ઉમંગ એપમાં 3 નવા ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે.
► સીધી યુએએન એલોટમેન્ટ અને એક્ટિવેશન
► હાલનાં UAN માટે એક્ટિવેશન
► હાલનાં એક્ટિવ થયેલાં UAN માટે ફેસ ઓથેન્ટિકેશન સર્વિસ
UAN માટે શું જરૂરી છે?
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે માત્ર પ્લેસ્ટોર પરથી આધાર ફેસ આરડી અને ઉમંગ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. ઇપીએફઓ અથવા એમ્પ્લોયર્સની સહાય વિના સભ્યો આ સેવાનો ઉપયોગ તેમનાં સ્માર્ટફોનથી કરી શકે છે. એમ્પ્લોયરના ઇપીએફઓ ઓનબોર્ડિંગ માટે ઇ-યુએએન કાર્ડ પીડીએફ ફોર્મેટમાં પણ મેળવી શકાય છે.
શું છે ઉમંગ એપ?
umang ઉમંગ (યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ) એપ તમામ ભારતીય નાગરિકો માટે એક પ્લેટફોર્મ છે.