Botad,તા.11
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 11ના સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથની થીમનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે.
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથની થીમવાળા વિશેષ વાઘા પહેરાવ્યા છે.
આ વાઘા એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે સુરતથી મોકલ્યા છે. તો દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે. મહત્ત્વનું છે કે, આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.
આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથની થીમવાળા વિશેષ વાઘા પહેરાવ્યા છે.
આ વાઘા એક અઠવાડિયાની મહેનતે એક હરિભક્તે સુરતથી મોકલ્યા છે. તો દાદાના સિંહાસને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ બનાવી છે. મહત્ત્વનું છે કે, આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.