Morbi,તા.10
અમરસર ગામે શેરીમાં દેકારો કરતો હતો તેવું કહેતા એક ઇસમેં યુવાનને લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૯) નામના યુવાને ગામમાં રહેતા આરોપી મુકેશ વેરશી સીતાપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી શેરીમાં દેકારો કરતો હતો અને ગાળો બોલતો હતો બાદમાં સાંજના સુમારે ફરિયાદી વિનોદ બજારમાં જતા હતા ત્યારે આરોપી મુકેશ ભેગો થયો હતો જેથી તું કેમ શેરીમાં દેકારો કરતો હતો કહેતા ગાળો આપવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરી પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઈને આવી શરીરે મારતા વિનોદને હાથમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે