Pune તા.4
પુણે સ્થિત એક ખગોળ ભૌતિકી સંસ્થાનના બે સંશોધકોએ અત્યાર સુધી દેખાયેલી સૌથી દુર રહેલી આકાશ ગંગાઓમાંથી એકની ખોજ કરી છે. જે એ સમયથી અસ્તિત્વમાં છે, જયારે બ્રહ્માંડ માત્ર 1.5 અબજ વર્ષ જૂનુ હતું. સંશોધકોએ કહ્યું હતું- આ શોધ એ પ્રમાણને વધુ પુષ્ટિ આપે છે કે પ્રારંભીક તબકકાનું બ્રહ્માંડ અગાઉની ધારણાથી ઘણું વધુ વિકસીત હતું.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના `જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (જેડબલ્યુએસટી)નો ઉપયોગ કરતા પુણેના સંશોધક રાશિ જૈન અને યોગેશ વાડેકરે આ આકાશગંગાની ઓળખ કરી છે.
યુરોપીય પત્રિકામાં પ્રકાશિત થયું સંશોધનઃ સંશોધકોએ જણાવ્યું હતું કે આકાશગંગા `અલકનંદા’ એ સમયે અસ્તિત્વમાં હતી જયારે બ્રહ્માંડ તેની વર્તમાન વયના માત્ર 10 ટકા હતું, તેમ છતાં તે આકાશગંગા સમાન જ પ્રતીત થાય છે.
આ નિષ્કર્ષ યુરોપીય પત્રિકા `એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિજીકસ’માં પ્રકાશિત થયું છે. જૈને કહ્યું હતું કે અલકનંદાનું રેડ શિફટ લગભગ 4 છે, જેનો અર્થ છે કે તેનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં 12 અબજ વર્ષોથી વધુ સમય લાગશે.
આકાશગંગાને અલકનંદા નદીનું નામ અપાયું
સંશોધકોએ જણાવ્યું હતું કે ઉતરાખંડની એક નદીના નામ પર આ આકાશગંગાને `અલકનંદા’નામ અપાયું છે. આ ભવ્ય સર્પિલ-આકાશગંગા એ હાલના સિદ્ધાંતને પડકારે છે કે પ્રારંભિક જટીલ આકાશગંગા સંરચનાઓનું નિર્માણ કેવી રીતે થયું. તેમણે જણાવ્યું હતું કે આ સંરચનાઓ આપણા વિચારથી કયાંય પહેલા જ બની રહી હતી.

