- આમર્જરથીરાષ્ટ્રવ્યાપી સિમેન્ટપાવરહાઉસનુંનિર્માણથશે.
- આ મર્જર ઉત્પાદન અને લોજિસ્ટિક્સ નેટવર્કને શ્રેષ્ઠ બનાવીને, કોર્પોરેટ માળખાને સુવ્યવસ્થિત કરીને, બેલેન્સશીટને મજબૂત બનાવીને અને વૃદ્ધિને ટેકો આપવા અને બજારના નેતૃત્વને પ્રોત્સાહન આપવા મૂડીની કાર્યક્ષમ ફાળવણીની સુવિધા પૂરી પાડીને ઓપરેશનલ સિનર્જીસ્ટિક લાભો પૂરા પાડશે.
- આ વિલિનીકરણની મદદથી નેટવર્ક, બ્રાન્ડિંગ અને વેચાણ પ્રમોશન સંબંધિત ખર્ચને સરળ અને તર્કસંગત બનાવશે. જેનાથી ખર્ચમાં બચત થશે અને માર્જિનમાં પ્રતિ મેટ્રિક ટન (PMT) ઓછામાં ઓછા ₹100નો સુધારો થશે.આ વિલીનીકરણ ખર્ચના નિર્ધારિત લક્ષ્યાંકો, માર્જિનમાં વધારો અને વૃદ્ધિના માપદંડો હાંસલ કરવામાં મદદરૂપ થશે.
- ACC ના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક 100 ઇક્વિટી શેર માટે, અંબુજા દ્વારા ACC ના માન્ય શેરધારકોને ₹2ની ફેસ વેલ્યુ ધરાવતા 328 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવશે.
- ઓરિએન્ટ સિમેન્ટના ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક 100 ઇક્વિટી શેર દીઠ, અંબુજા સિમેન્ટ્સ દ્વારા ઓરિએન્ટ સિમેન્ટના માન્ય શેરધારકોને ₹2ની ફેસ વેલ્યુ ધરાવતા 33 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવશે.
- જરૂરી મંજૂરીઓને આધીન, આ પ્રક્રિયા આગામી એક વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
Ahmedabad,તા.24
ભારતીય સિમેન્ટ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, અદાણી ગ્રુપનો હિસ્સો એવી અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે,ACC લિમિટેડ અને ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડને મર્જ કરવા માટે મર્જરની બે અલગ અલગ યોજનાઓને મંજૂરી આપી છે. આ પગલાંથી એક સંકલિત ‘વન સિમેન્ટ પ્લેટફોર્મ’ની સ્થાપના થશે.
અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ,અદાણી ગ્રુપના નોન–એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “આ એકીકરણ વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક, સંકલિત સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ્સ કંપનીના નિર્માણની દિશામાં એક પરિવર્તનકારી પગલું છે. અંબુજા સિમેન્ટ્સ, ACC અને ઓરિએન્ટ સિમેન્ટને એક કોર્પોરેટ માળખા હેઠળ લાવીને, અમે કામગીરીમાં શ્રેષ્ઠતા લાવવા, વૃદ્ધિને વેગ આપવા અને લાંબા ગાળાનુંસાતત્યપૂર્ણ મૂલ્ય પ્રદાન કરવાની અમારી ક્ષમતાને મજબૂત બનાવી રહ્યા છીએ. મજબૂત બેલેન્સ શીટ આ સંકલિત કંપનીને ભવિષ્યની વૃદ્ધિની યોજનાઓને અસરકારક રીતે સહાયકરવામાં મદદ કરશે.”
આ એકીકરણ અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસ માટે એક નોંધપાત્ર પગલું છે, જે કદ, કાર્યક્ષમતા અને નાણાકીય ક્ષમતા સાથે એક સંકલિત અને મજબૂત કંપનીની રચના કરે છે.
- કામગીરી અને નાણાકીય સહયોગ: મર્જરથી ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં સુધારો થશે, નફાકારકતા વધશે અને શેરધારકોને લાંબા ગાળે વધુ બહેતર વળતર મળશે.
- સરળ કોર્પોરેટ માળખું: આ જોડાણ માળખાકીય ડુપ્લિકેશનને દૂર કરવા ઉપરાંતવહીવટી ખર્ચમાં ઘટાડો કરી ઝડપી, વધુ બહેતર નિર્ણય લેવામાં સહાય કરે છે. આ ઉપરાંત, ACC, ઓરિએન્ટ, પેન્ના અને સાંઘી સાથે કોઈ ચોક્કસ MSAની જરૂર નહીં રહે કારણ કે આ પેટાકંપનીઓ અંબુજા સિમેન્ટ્સનો અભિન્ન ભાગ બનશે.
- મજબૂત અને દેવામુક્ત બેલેન્સ શીટ: આ પહેલ અંબુજા સિમેન્ટ્સની ઉત્પાદન ક્ષમતા નાણાકીય વર્ષ 2028 સુધીમાં 107 MTPA થી વધારીને 155 MTPA કરવાના વ્યૂહાત્મક પ્લાન સાથે સુસંગત છે.જે મૂડીની કાર્યક્ષમ ફાળવણી અને બજારની જરૂરિયાતો માટે ત્વરિત અનુકૂલનની સુવિધા આપે છે.
- મજબૂત કંપનીમાં સીધી હિસ્સેદારી: આ વ્યૂહાત્મક જોડાણએ માત્ર કંપનીઓનું વિલીનિકરણ નથી,પરંતુ તે શેરધારકોને સિમેન્ટ ઉદ્યોગની અગ્રણી અને ભવિષ્ય માટે સજ્જ કંપનીમાં સીધી ભાગીદારીની તક આપે છે.
- બહેતર વ્યાપ અને બજારમાં નેતૃત્વ: સૂચિત જોડાણ ભારતની બે સૌથી સ્થાપિત અને વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ (એટલે કે અંબુજા અને એસીસી ને એક એકીકૃત કોર્પોરેટ માળખા હેઠળ એકસાથે લાવે છે. ‘અદાણી અંબુજા સિમેન્ટ્સ’ અને ‘અદાણી એસીસી’ બ્રાન્ડ્સ સંબંધિત બજારોમાં તેમની અગ્રણી પ્રોડક્ટ બ્રાન્ડ્સ સાથે અગાઉની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.
- હિતધારકોલક્ષી અભિગમ: સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટનું અંબુજા સાથેનુંમર્જર પણ મંજૂરીના વિવિધ તબક્કામાં છે. આ મંજૂરી મળ્યા પછી, તમામ હિતધારકો એક જ એકીકૃત કંપની સાથે જોડાશે.
- સંકલિત ઈએસજી લીડરશિપઃ મર્જ કરાયેલ એન્ટિટીને રિન્યુએબલ ઊર્જા અપનાવવા, લો-કાર્બન સિમેન્ટ સોલ્યુશન્સ અને સાતત્યપૂર્ણ પ્રક્રિયાઓને વેગ આપવા માટે એકીકૃત ઇએસજી ફ્રેમવર્કથી ફાયદો થશે.
ઉપરોક્ત વ્યવહારો માટેના સલાહકારો: મેસર્સ GT વેલ્યુએશન એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ BDO વેલ્યુએશન એડવાઈઝરી એલએલપી, રજિસ્ટર્ડ વેલ્યુઅર્સ સ્વતંત્ર સંયુક્ત વેલ્યુઅર્સ છે, મેસર્સ IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને મેસર્સ SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડે સંયુક્ત મૂલ્યાંકનની નિષ્પક્ષતા અંગે અભિપ્રાય આપ્યા છે, મેસર્સ સિરિલ અમરચંદ મંગલદાસ અને મેસર્સ સિંઘી એન્ડ કંપની કાનૂની સલાહકાર છે.

