Ahmedabad,
વર્ષ-2013થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપાતી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ ઓનલાઈન કરવાની વ્યવસ્થા કરાઈ છે. હવે આ ફરિયાદ સિસ્ટમને ડીજીટલ મોડ ઉપર લઈ જવાશે. ફરિયાદ કરાઈ હોય એ સમયના અને ફરિયાદનો નિકાલ કરાયા પછીના ફોટા પણ અપલોડ કરીને મુકાશે. એ.આઈ.સિસ્ટમનો ઉપયોગ કરીને ફરિયાદોનુ ડેટા એનાલિસીસ કરીને હોટ સ્પોટ આઈડેન્ટીફીકેશન કરવામાં આવશે.
155303 નંબર ઉપર શહેરના નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ,ગટર ઉપરાંત પાણી સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ નોંધાવતા હોય છે. ઘણાં વર્ષોથી એક કોમન ફરિયાદ એવી પણ સામે આવી છે કે ઘણી બધી ફરિયાદ નોંધાવ્યા પછી નિકાલ કરવામાં આવી નહીં હોવા છતાં પણ ફરિયાદ કલોઝ કરી દેવામાં આવતી હોય છે. આ પ્રકારની ફરિયાદોના નિવારણ માટે કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમના નામથી જાણીતી આ સિસ્ટમને ડીજીટલ મોડ ઉપર લઈ જવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,તમામ ફરિયાદોનુ જી.ઈ.ઓ.લોકેશન મેળવવાની વ્યવસ્થા નવા ફિસર્ચમાં કરવામાં આવી છે.હાલની સિસ્ટમમાં 80 ટકા ફરિયાદો કોલ સેન્ટર મારફતે આવતી હોય છે.અને આ પ્રકારની ફરિયાદોનુ લોકેશન મળી શકતુ નથી.આ કારણથી મ્યુનિસિપલ તંત્રને મળતી ફરિયાદોનુ પ્રોપર એનાલીસીસ થઈ શકતુ નથી. નવા ટેન્ડરમાં કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનુ જી.ઈ.ઓ.ટેગીંગ કરવાની જવાબદારી એજન્સી ઉપર મુકવામાં આવી છે.જેથી મ્યુનિસિપલ તંત્રને મળતી ફરિયાદોનુ ચોકકસ એનાલિસીસ કરી શકાય.
નવી સિસ્ટમથી કયા ફાયદા થશે?
1. તંત્રને ફરિયાદ મળે એ સમયે સ્થળ પરિસ્થિતિ અને ફરિયાદના નિકાલ પછીની સ્થળ પરિસ્થિતિ જાણી શકાશે.
2. ફરિયાદના નિકાલ પહેલાના અને એ પછીના ફોટા અપલોડ કરવા પડશે.
3. એ.આઈ.સિસ્ટમનો ઉપયોગ કરીને ફરિયાદોનુ ડેટા એનાલિસીસ કરાશે.
4. ફરિયાદોના એનાલિસીસ પછી હોટ સ્પોટનુ આઈડેન્ટિફિકેશન કરાશે.
5. પ્રિડીકટિવ એનાલિસીસ જેવી બાબત માટે ડેશબોર્ડ બનાવવાની જોગવાઈ છે.