America તા.9
અમેરિકાના રાજય ઓહાયોમાં ઓકટોબર મહિનો હિન્દુ વારસા મહિનો જાહેર કરવામાં આવ્યો છે. વિધેયક પર ગવર્નરે સહી કરી દીધી છે અને 90 દિવસમાં આ વિધેયક લાગુ થઈ જશે.
રાજયપાલ ડેવિને પૂર્વ રાજય સેનેટર નીરજ અંતાણીની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. અંતાણી ગત વર્ષે આ કાયદાના મુખ્ય પ્રાયોજક અને પ્રસ્તાવક હતા. આ તકે રાજયના સામુદાયિક નેતા પણ હાજર હતા.
આ તકે અંતાણીએ જણાવ્યું હતું કે આ ઓહાયો અને દેશભરના હિન્દુઓની મોટી જીત છે હવે દર ઓકટોબરે આપણે ઓહાયોમાં આપણા હિન્દુ વારસાને ઉજજવલ કરી શકશું.