America, તા.17
અમેરિકામાં આગામી માસમાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઇ રહ્યા છે અને તેઓએ અમેરિકા માટે ક્રિપ્ટો કરન્સીનું રીઝર્વ પણ ઉભું કરવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલની માફક ક્રિપ્ટોનું રીઝર્વ કટોકટી સમયે મહત્વનું બની રહે તે યોજના પર ટ્રમ્પ આગળ વધી રહ્યા છે.
તો ભારતમાં પણ તેની અસર પડશે તેવા સંકેત છે અને સરકાર હવે ક્રિપ્ટો કરન્સી માટેના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઇ રહી છે અને ડીજીટલ એસેટસમાં કેપીટલ ગેઇન ટેક્સનો નિયમ લાગુ થાય તેવા સંકેત છે. અન્ય કેપીટલની જેમ ક્રિપ્ટો કરન્સીને પણ સરકાર તે વર્ગમાં લઇ લેશે.
હાલ સરકાર બિટકોઇન કે અન્ય કરન્સીને માન્યતા આપતી નથી પરંતુ તેમાં ખરીદ-વેચાણમાં જે નફો થાય તેમાં તગડો ટેક્સ 30 ટકા અને સરસાઇ વસુલે છે. સરકાર હવે તેમાં ફેરફાર કરવા જઇ રહી છે અને ક્રિપ્ટોને કેપીટલ એસેટસ તરીકે ગણીને તેમાં જે નફો-નુકશાન થાય તેને કેપીટલ ગેઇન ટેક્સેસ લાવશે.
આમ ક્રિપ્ટો માટે ભારતમાં પણ એક નીતિ બની રહી છે જેને કારણે ભવિષ્યમાં ભારત આ કરન્સીનું ચલણ વધે તેવી શક્યતા છે. ક્રિપ્ટોમાં લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્સ લાગુ થાય તેવા સંકેત છે જેમાં આ એસેટ્સમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયમાં જે નફો-નુકસાન થયું તે નિશ્ર્ચિત થશે.