Mexico તા.25
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓનો સિલસિલો અટકતો ન હોય તેમ રવિવારે મેકસીકોનાં બારમાં અંધાધુંધ ગોળીબારનો બનાવ બન્યો હતો તેમાં છ લોકોનાં મોત નીપજયા હતા. અને 10 લોકો ઘાયલ થયા હતા.
મેકસીકોનાં વિલેહર માલા શહેરમાં હિંસક ઘટનાઓના ઘટનાક્રમ વચ્ચે એક બારમાં બંદુકધારી ત્રાટકયો હતો અને અંધાધુંધ ગોળીબાર કરતા નાસભાગ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે જ પાંચ લોકોનાં મોત થયા હતા.
અન્ય એકનુ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. 10 લોકો હજુ સારવારમાં છે હત્યાકાંડ સર્જયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો આ પૂર્વે ચાલુ માસમાં જ મેકસીકોમાં ગોળીબારનો બનાવ બન્યો હતો અને તેમાં 10 લોકોના મોત થયા હતા તે ઉલ્લેખનીય છે.