America,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે (17મી જુલાઈ) આ અહેવાલો આખા પાકિસ્તાની મીડિયામાં છવાયેલા હતા. પરંતુ હવે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનની બે મુખ્ય ન્યૂઝ ચેનલોએ દાવો કર્યો હતો કે ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનના ઘણાં અન્ય મીડિયા સંસ્થાઓએ પણ આ અહેવાલોને મુખ્ય રીતે પ્રકાશિત કર્યા હતા.
પાકિસ્તાની મીડિયાએ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, 18મી સપ્ટેમ્બરના રોજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે આવી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન તે ભારતની પણ મુલાકાત લેશે. જો કે, મુલાકાત અંગે અટકળો વધતા વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ફગાવી દેતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, ‘પાકિસ્તાનની મુલાકાતનું હાલમાં કોઈ આયોજન નથી.’પાકિસ્તાની મીડિયા ચેનલોએ આ ફેક ન્યૂઝને પાછા ખેંચી લીધો હતા અને તેના દર્શકોની માફી પણ માંગી. અન્ય એક મુખ્ય પાકિસ્તાની મીડિયાના એક વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે આ મુલાકાતની કોઈ માહિતી નથી, ત્યારબાદ અમે આ નિવેદન પાછું ખેંચી લીધું છે.’