Washington,તા.25
અમેરિકાના ફલોરીડામાં એક પંજાબી ટ્રક ડ્રાઈવરએ સર્જેલા અકસ્માત બાદ અમેરિકાએ વિદેશી ડ્રાઈવરોને વર્ક વિઝા પર કામચલાવ પ્રતિબંધ મુકી દીધો છે જેના કારણે અહી કામ કરતા 1.50 લાખ જેટલા પંજાબી સહિતના ભારતીય ડ્રાઈવરોની નોકરી જ નહી રોજીરોટી પણ જોખમમાં મુકાઈ ગઈ છે.
ફલોરિડામાં ગત સપ્તાહે પંજાબી ટ્રક ડ્રાઈવર હરજીંદરસિંહ એ હાઈવે પર ગેરકાનુની રીતે યુટર્ન લીધો હતો જેના કારણે દુર્ઘટના સર્જાઈ તેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.
આ ઘટના બાદ અમેરિકી સરકારે ડ્રાઈવરોના વર્કવિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે. વિદેશી ટ્રક ડ્રાઈવરો અમેરિકી લોકોના જીવન પર ખતરો સર્જે છે તેવું કારણ આપવામાં આવ્યું છે.
અમેરિકામાં શીખ સહિતના ભારતીય ડ્રાઈવરો દર મહિને રૂા.5થી6 લાખ કમાઈ શકે છે. જેમાં પંજાબી ડ્રાઈવરોની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં વિદેશી ડ્રાઈવરોની સંખ્યા સતત વધી રહી છે.