Moscow,તા.22
હાલ મોસ્કોની મુલાકાતે રહેલા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરે ટેરીફ મુદે અમેરિકાના વલણથી તેઓ ‘મુંઝવણ’માં છે તેવો દાવો કરતા ઉમેર્યુ કે અમેરિકાએ જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલ ભાવ સ્થિર રહે તે માટે રશિયન ક્રુડતેલ ખરીદવા ભારતને સલાહ આપી હતી. શ્રી જયશંકરે કહ્યું કે ભારત એ રશિયાનું સૌથી મોટુ ક્રુડતેલ ખરીદાર નથી. વાસ્તવમાં એ ચીન છે. રશિયન ગેસના સૌથી મોટા ખરીદાર યુરોપીયન સંઘ છે.
2022 પછી પણ અમો રશિયાના સૌથી મોટા વ્યાપારી ભાગીદાર નથી પણ હું માનું છું કે સાઉથના કેટલાક દેશો છે. અમેરિકાએ જ અગાઉ કહ્યું હતું કે વિશ્ર્વમાં ક્રુડતેલ બજાર સ્થિર રહે તેથી ભારતે જ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવું જોઈએ તે સલાહ આપી હતી.