Washington,તા.28
અમેરિકાના મીનીયાપોલીસ શહેરમાં ગઈકાલે ચર્ચમાં પ્રાર્થનાસભા સમયે અહી ઉપસ્થિત સ્કુલના વિદ્યાર્થીઓ પર ગોળીબાર અને બે વિદ્યાર્થીઓની હત્યામાં સામેલ 23 વર્ષના શુટર રોબીન વસ્ટમેન પાસેથી એક રાયફલ, શોટગન તથા પિસ્તોલ સહિત ત્રણ હથિયારો જપ્ત કરાયા છે.
કેથોલીક સ્કુલના વિદ્યાર્થીઓ પર તેણે હુમલો કર્યો હતો અને બાદમાં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી તેની બંદૂકો પર ડોનાલ્ડ ટ્રમ્પ કો માર ડાલો અને ભારત પર પરમાણુ બોમ્બ ગીરાઓ તેવું પણ લખાયું હતું. આમ તે અસ્થિર મગજનો હોવાનું માનવામાં આવે છે.
અદાલતી રેકોર્ડથી એ બહાર આવ્યું છે કે, 2020માં તેનું નામ રોબર્ટમાંથી બદલીને વેસ્ટમેન કર્યુ હતું. તે રોબિન ડબલ્યુ નામની યુટયુબ ચેનલ પર વિડીયો પોસ્ટ કરતો હતો. તેને 10 મીનીટનો એક વિડીયો શુટ કર્યો હતો જેમાં હથિયારોનો મોટો જથ્થો દર્શાવાયો હતો અને કારતૂસના હારડા પર ડોનાલ્ડ ટ્રમ્પ કો માર ડાલો તેવુ લખાયુ હતું.
તો અન્ય એક હથિયાર પર ભારત પર પરમાણુ હુમલા તેવું પણ લખાયું હતું. તેણે તુમ્હારા ઈશ્વર કહા હૈ તથા અગાઉ પણ જેણે હુમલાની તૈયારી કરી હતી તેવું લખ્યું છે. જો કે શાળાના વિદ્યાર્થીઓને શા માટે નિશાન બનાવાયા તે અંગે પ્રશ્ન છે.
તેના વિડીયોમાં મોટાભાગે હુમલા અને આક્રમકતાની વાત લખાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ તે અત્યંત બિમાર રીતે માનસીક ખરાબ સ્થિતિમાં હતો અને જે રીતે ગોળીબાર કર્યો તે પણ અકલ્પનીય છે