Bhuj, તા. 8
ભારત-પાકિસ્તન વચ્ચે ગંભીર તનાવની પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં હાઇએલર્ટ છે તેવા સમયે આજે વહેલી સવારે કચ્છમાં પાક. બોર્ડર નજીક ભેદી વિસ્ફોટ થતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે કચ્છના ખાવડા સ્થિત પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં આજે સવારે 6 વાગ્યે વિસ્ફોટ થયો હતો. શંકાસ્પદ ડ્રોન પાવરલાઇન સાથે ટકરાતા ધડાકો થયો હતો.
બોર્ડર પર એલર્ટ રહેલી સુરક્ષા એજન્સીઓને જાણ થતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ શંકાસ્પદ ડ્રોન કોનું છે અને કયાંથી આવ્યું હતું સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સરહદી વિસ્તારોમાં ઉત્તેજના સર્જાઇ હતી.