Ahmedabad,તા,14
સોના-ચાંદીની અભૂતપૂર્વ તેજીએ ગ્રાહકોથી માંડીને વેપારીઓ સુધીના તમામ વર્ગો ડઘાઈ ગયેલી હાલતમાં છે તેવા સમયે પણ અમદાવાદની એક હાઉસીંગ સોસાયટીએ પોતાના સભ્યોને દિવાળી ગીફટ રૂપે 100-100 ગ્રામ સેનાની લગડી આપતા ચર્ચામાં આવી છે.અમદાવાદની 96 વર્ષ જુની ક્રિષ્ના કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા દર વર્ષે 21 સભ્યોને દિવાળી ગીફટ આપવામાં આવે છે. 1994માં સભ્યોને 400 ગ્રામ સોનુ આપવામાં આવ્યુ હતું. સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ કહ્યું કે તમામ 21 સભ્યોને આ વખતે 100 ગ્રામ ચાંદી આપવામાં આવી છે.
ભૂતકાળના ફંડમાંથી ગીફટ આપવામાં આવે છે. અમદાવાદમાં અનેક સોસાયટી આ પ્રકારે દિવાળીની ગીફટ આપતી હોય છે. શાંતિ નિકેતન સોસાયટીએ સળંગ ત્રણ વર્ષ ગીફટમાં ચાંદી આપી હતી.