Tamil Naduતા.25
અભિનેતા અને મકકલ નિધિ મય્યમ (એમએનએમ)ના પ્રમુખ કમલ હાસને રાજયસભામાં સભ્ય તરીકે તમિલ ભાષામાં શપથ લીધા હતા. કમલ હાસને 2024માં લોકસભા ચુંટણીમાં ડીએમકેને સમર્થન કર્યું હતું, જેના બદલામાં તેમને રાજયસભા સીટ મળી છે. હાસને જણાવ્યું હતું કે તે ગૌરવ અનુભવે છે.
અભિનેતાથી રાજનેતા બનેલ 69 વર્ષીય કમલ હાસને સંસદ ભવનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાટી ન તો રાઈટ વીંગની વિચારધારાની સમર્થક છે અને ના તો લેફટ વિંગની વિચારધારાના સમર્થક છે.
તમિલમાં મય્યમનો મતલબ ‘કેન્દ્ર’ થાય છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો રાજનીતિમાં આવવાનો મતલબ લોકોની સેવા કરવાનો છે, તે રાજનીતિમાં કોઈ સ્ટારની જેમ નહીં, બલૌ કોમનમેનની જેમ આવ્યો છે. કમલ હાસન ખુદની પાર્ટીને તમિલનાડુમાં ત્રીજા વિકલ્પ બતાવે છે.