આલિયા ભટ્ટે રાહાના કૉપેરેન્ટિંગ અને કામ વચ્ચે બેલેન્સ કરવાના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી
Mumbai, તા.૬
આલિયા ભટ્ટ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અને વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. પોતાના કામ અને એક પછી એક ફિલ્મ કરવાની સાથે હવે તે એક બાળકની માતા પણ છે અને તેથી તે તેના અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રહી છે. આલિયા હાલમાં સંજય લીલા ભણસાલી સાથેની તેની આગામી ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે લીડ રોલમાં જોવા મળશે તે ફિલ્મમાં રણબીર કપૂર સાથે પણ છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આલિયાએ તેની પુત્રી રાહાને રણબીર સાથે મળીને તે કઈ રીતે ઉછેરે છે, તે અંગે તેણે વાત કરી હતી. જે પણ ઘણીવાર સેટ પર હોય છે. આલિયાએ દાવો કર્યો કે હાલ મોટાભાગની ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને મુખ્ય દ્રશ્યો રાત્રે શૂટ કરવવામાં આવ્યા હતાં, ત્યારે તેણે અને રણબીરે દિવસ દરમિયાન રાહા સાથે સમય વિતાવ્યો હતો.આલિયા ભટ્ટે રાહાના કૉપેરેન્ટિંગ અને કામ વચ્ચે બેલેન્સ કરવાના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી. આલિયાએ કહ્યું, “આ મજાનો અનુભવ લાગે છે, પરંતુ કોઈ ગેરફાયદા નથી – ફક્ત ફાયદા. અમે મોટાભાગની ફિલ્મ રાત્રે શૂટ કરી છે, તેથી અમે સામાન્ય રીતે દિવસ દરમિયાન તેની સાથે હોઈએ છીએ. અમુક એવા દિવસો હોય છે જ્યારે તે શૂટિંગ કરી રહ્યો હોય છે અને કેટલાક એવા દિવસો હોય છે જ્યારે હું શૂટ પર હોઉં છું. અમે હંમેશા સેટ પર સાથે નથી હોતા.” આલિયાએ એમ પણ ઉમેર્યું કે તે રાહાને ક્યારેક ક્યારેક સેટ પર લાવે છે અને બાદમાં કેમેરા અને લાઇટ વચ્ચે તેની સાથે સમય વિતાવે છે.આલિયાએ રાહાના શીડ્યુલ વિશે વાત કરતાં કહ્યું, “તે પોતે હવે વ્યસ્ત થઈ ગઈ છે. તેના ક્લાસ, રમવાની તારીખો, દાદી-નાના નાની અને પ્રવૃત્તિઓ સાથે ખૂબ જ વ્યસ્ત રહે છે. એક અર્થમાં, એવું લાગે કે તેને રાખવા જાણે એખ આખાં ગામની જરૂર પડે છે. હું મારા બધા પરિવારના સભ્યો અને આ સપોર્ટ સિસ્ટમ સાથે મને મળતી સુવિધાઓ માટે ખૂબ આભારી છું.”‘લવ એન્ડ વૉર’ની વાત કરીએ તો, રણબીર અને આલિયા સાથે વિક્કી કૌશલ પણ લીડ રોલમાં છે, આ ફિલ્મ ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.