Ahmedabad,તા.૭
ભારતીય સેનાની પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકને લઇને ગુજરાતના રાજકીય જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.. પક્ષાપક્ષીને ભૂલીને આતંકવાદ સામે સૌ કોઇ એક થઇ ગયા છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટેના કોઇપણ પગલામાં ગુજરાતમાં સરકારની સાથે રહીને કામ કરીશું.
ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકને લઇને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું નિર્દોષ નાગરીકોનો ભોગ લેનાર સામે કાર્યવાહી થઇ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે
એર સ્ટ્રાઈકને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.. જેમાં તેમણે કહ્યું કે આજે ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે, તેમણે કહ્યું કે આ બતાવે છે કે દેશ માટે કંઇપણ કરી શકવાનો નિર્ણય વડાપ્રધાન લઇ શકે છે
એરસ્ટ્રાઈકને લઈને સાંસદ ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે, ગેનીબેને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે , તેમણે કહ્યું કે સેનાએ બતાવી આપ્યું કે દેશ સ્વનિર્ભર અને સક્ષમ છે.
ઓપરેશન સિંદૂરને લઈને ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને સારી વાત એ છે કે સૈન્યએ આ વાતની કાળજી રાખી છે કે કોઇ નિર્દોષ નાગરિકોનું એરસ્ટ્રાઇકમાં મોત ન થાય, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને સરકાર જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ