Rajkot, તા.6
દેશના 31મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી -વ્યૂહરચનાકાર અમિતભાઈ શાહ સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી બન્યા છે.
ભાજપના જ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીજીએ યશસ્વી ગૃહમંત્રી તરીકે 2256 -છ વર્ષ કરતા વધુ સમય માટે રાષ્ટ્ર ને સેવા આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે દેશમાં સૌથી વધુ છ વર્ષ 65 દિવસ એટલે કે 2258 દિવસથી વધુ સમય અને ત્યારબાદ આવનારા સમય સુધી અવિરત ગૃહમંત્રી તરીકે યશસ્વી રીતે કામગીરી કરી રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, જે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા બાદ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ સૌથી વધુ દિવસ ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો તે જ બેઠક પરથી ચૂંટણી લડી હવે સૌથી વધુ દિવસ સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ અમિતભાઈના નામે નોંધાયો છે. ભાજપ અને ભારત માટે આ ગર્વની બાબત છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, એક અદના કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા અમિતભાઈ શાહે તેમની ચૂંટણી-વ્યૂહરચનાની કુનેહ અને સખત પરિશ્રમ કરવાની ધગશને કારણે ભાજપથી લઈ ભારતભરમાં આગવી ઓળખ બનાવી છે.
અમિતભાઈ શાહના ગૃહમંત્રી બન્યા બાદ સંસદમાં અપાયેલા ભાષણ અને ગૃહમંત્રી તરીકે લેવાયેલા નિર્ણયોની નોંધ પણ પૂરી દુનિયા લઈ રહ્યું છે. અટલવિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી થી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તેઓના દીર્ઘદ્રષ્ટિભર્યા માર્ગદર્શનમાં તેઓએ પક્ષ અને સરકારમાં રહી અદભુત કામગીરી કરી બતાવી છે.