Gandhinagar,તા.24
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. સુરત બાદ સૌરાષ્ટ્રના રાજકોટ અને હવે તેમના સંસદીય ક્ષેત્ર એવા ગાંધીનગર કલોલ અને હવે ઉત્તર ગુજરાત વતન એવા માણસાની મુલાકાત લીધી હતી.
કુળદેવી બહુચર માતાના દર્શન કરવા માટે માણસા પહોંચ્યા હતા. નવરાત્રીમાં દર બીજના દિવસે તેઓ અચૂક રીતે કુળદેવી બહુચર માતાના દર્શન કરવા માટે પહોંચે છે. આ વર્ષો જૂની પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર સાથે કુળદેવી બહુચર માતાના દર્શન અને પૂજન કરવા માણસા ખાતે પહોંચ્યા હતા.
દર વર્ષની જેમ બીજા નોરતે ઠીક 7.30 કલાકે અમિત શાહે ગાંધીનગરના માણસામાં બહુચર ચોકમાં આવેલા તેમના કુળદેવી બહુચર માતાજી મંદિરે દર્શન અને પૂજન કર્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અમિત શાહ, તેમની પત્ની સોનલબેન, તેમના પુત્ર જય શાહ અને તેમની પત્ની અને પૌત્ર અને પુત્રી સાથે સહ-પરિવારે માતાજીની સ્તુતિ કરીને પૂજન પરિવાર સાથે કર્યું.