Mumbai તા.28
ફેબ્રુઆરીનાં પ્રારંભમાં Amitabh Bachchanએ એક ગુપ્ત પોસ્ટ કરી હતી. ‘જવાનો સમય થઈ ગયો છે’ આ પોસ્ટે અનેક અફવાઓ પેદા કરી હતી કે Amitabh Bachchan નિવૃતી લઈ રહ્યા છે. હવે આ મામલે તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો કર્યો છે.
કેબીસીનાં લેટેસ્ટ પ્રોમોમાં સ્પર્ધક Amitabh Bachchanને તેની સાથે ડાન્સ કરવાનું કહે છે. જેનો જવાબ આપતા Amitabh Bachchan કહે છે કે, કૌન નાચેગા? અરે, ભાઈ સાહબ, નાચને કે લીયે યર્હાં નહિં રખા હૈ હમકો.
અન્ય એક ફેને વાયરલ પોસ્ટમાં તેનો અર્થ પૂછે છે જેના જવાબમાં Amitabh Bachchan કહે છે – ‘ઉસ મેં એક લાઈન થા જાને કા સમય હૈ…તો ઉસમેં કુછ ગડબડી હૈ કયાં?’
ઓડિયન્સમાં એક અન્ય ફેને Amitabh Bachchanને પૂછયુ ‘કહા જાના હૈ?’ ત્યારે Amitabh Bachchanએ કહ્યુ કે, ‘જાને કા સમય આ ગયા હૈ મતલબ… Amitabh Bachchan વાકય પુરૂ કરે તે પહેલા બધા એકીસાથે બોલ્યા- ‘કહી નહીં જાના હૈ’.
Amitabh Bachchanએ જવાબ વાળ્યો, અરે ભાઈ સાહબ, હમકો કામ પર જાનેકા સમય આ ગયા હૈ, તો ઘર પહુંચતે પહુંચતે એક-દો બજ જાતે હે વો લિખતે લિખતે હમકો નિંદ આ ગયી તો વહ વહી તક રહ ગયા…જાને કા વકત ઔર હમ સો ગયે!