Mumbai,તા.05
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની પહેલી વર્લ્ડ કપ જીત સાથે ઇતિહાસ રચ્યો. આ જીતથી દેશવાસીઓ અભિભૂત થઈ ગયા છે, અને દરેક તેમને અભિનંદન આપી રહ્યા છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી અને તેને ગર્વની ક્ષણ ગણાવી.
રવિવારે નવી મુંબઈના ડીવાય સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. આ જીત બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મનોરંજન જગત અને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
હવે, “સદીના મેગાસ્ટાર” તરીકે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.અમિતાભ બચ્ચને પોતાના ડ એકાઉન્ટ પર ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, “ભારત જીત્યું છે, અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. તમે આપણા બધા દેશવાસીઓને ગર્વ અપાવ્યો છે. અભિનંદન.”
મેચ પૂર્વે સચિને ટ્રોફી અર્પણ કરી
સચિન તેંડુલકરે ટ્રોફી રજૂ કરી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે રાષ્ટ્રગીત પહેલાં ટ્રોફી અર્પણ કરી. ટ્રોફી અર્પણ કર્યા પછી, સચિને મેચ નિહાળી. તેમની સાથે ICC ચીફ જય શાહ પણ હાજર હતા.
તમે બધા અમારા વખાણને પાત્ર છોઃવિરાટ કોહલી
ભારતીય ટીમે 2025 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો આઈસીસી ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો. રવિવારે ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે 52 રનથી ફાઇનલ જીતીને ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારતને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા.
ભારતીય મહિલા ટીમની જીત પર વિરાટ કોહલીએ લખ્યું, “તમે તમારા નીડર ક્રિકેટ અને અતૂટ આત્મવિશ્વાસથી દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. આ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તમે બધા અમારા વખાણને પાત્ર છો અને આ ક્ષણનો સંપૂર્ણ આનંદ માણો.”
શેફાલીની મહત્વની ભૂમિકા
પ્રતિકા રાવલના સ્થાને આવેલી શેફાલી વર્માએ ત્રીજી વિકેટની ભાગીદારી તોડી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે બે વિકેટે 114 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, શેફાલીએ સતત બે ઓવરમાં બે વિકેટ લઈને મહેમાન ટીમને મોટો ફટકો આપ્યો.
તેણે 21મી ઓવરમાં પોતાની જ બોલિંગમાં સુને લુસનો કેચ પકડ્યો. તેની આગામી ઓવર (23મી) ના પહેલા જ બોલ પર, તેણે મેરિઝેન કાપને વિકેટકીપર રિચા ઘોષના હાથે કેચ અપાવ્યો.
ઓસ્ટ્રેલીયામાં મેન્સ ટીમ ઈન્ડિયાએ પણ મેચ નિહાળી
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ઓસ્ટે્રલીયાનાં પ્રવાસે છે. ત્યારે મુંબઈમાં રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેનાં વિમેન્સ ફાઈનલનો જંગ ઓસ્ટ્રેલીયામાં બેઠા-બેઠા સ્ક્રીન પર નિહાળ્યો હતો ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ પણ એકઠો થયો હતો.

