Mumbai,તા.15
દર વર્ષની જેમ અમિતાભ બચ્ચને આ વર્ષે પણ હોળીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂઆત હોલિકાદહનથી થઈ હતી. હોલિકાદહન વખતે અમિતાભે પત્ની જયા બચ્ચન સાથે એક ઈમોશનલ મોમેન્ટ શેર કરી હતી.
આ સમયની ખાસ તસવીર દીકરી શ્વેતા બચ્ચન નંદાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. શ્વેતાની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઓએ પોઝિટિવ રીઍક્શન આપ્યા છે.