Amreli તા.06
અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક આવેલ જસવંતગઢ ગામે લીમડાવાળી શેરીમાં આવેલ રાજગોર ફળીયામાં રહેતા એક વ્રુધ્ધાને ગત તા.૨૮/૧૧/૨૪ ના રોજ બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમ વ્રુધ્ધાની એકલતાનો લાભ લઈ, બપોરના સમયે ઘરમાં પ્રવેશ કરી, વ્રુધ્ધાને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી દીધેલ હતું. આ બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.આ અંગે વ્રુધ્ધા પતિએ જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. અંક અંગે પોલીસે તપાસ હાથ ધરી મ્રુતક વ્રુધ્ધાના જમાઈને અટક કરી પુછપરછ કરતાં આખરે તેમણે વટાણાવેરી દઈ હત્યાનો ગુન્હાની કબુલાત કરી લીધાની વિગત અમરેલી પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરસમાં આપી હતી.
આ બનાવમાં અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક આવેલ જસવંતગઢ ગામે લીમડાવાળી શેરીમાં આવેલ રાજગોર ફળીયામાં રહેતા ભાનુશંકરભાઈ ભીમજીભાઈ તરૈયાના પત્ની પ્રભાબેન નામના વ્રુધ્ધા ગત તા.૨૮/૧૧/૨૪ ના રોજ બપોરના સમયે પોતાના ઘરે એકલા હોય તેમના પતિ વાડીએ ગયેલ હતા. ત્યારે કોઇ અજાણ્યા ઇસમ વ્રુધ્ધાની એકલતાનો લાભ લઈ, બપોરના સમયે ઘરમાં પ્રવેશ કરી, વ્રુધ્ધાને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી દીધેલ હતું. આ બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.આ અંગે વ્રુધ્ધા પતિએ જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ હત્યાના બનાવને લઈ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે હત્યાના ગુન્હાની વિગતોનો ઉડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેક્ટ કરવા એલ.સી.બી./એસ.ઓ.જી. તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો સાથે અલગ અલગ ૧૪ ટીમો બનાવી, જીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. આ બનાવના અજાણ્યા આરોપીને પકડી પાડવા અને અનડીટેક ખુનનો ગભીર ગુનાનો ભેદ ઉકેલવા અમરેલી જિલ્લાની અલગ અલગ ટીમો દ્વારા બનાવવાળી જગ્યા તથા તેની આજુ બાજુમાં આવેલ કુલ ૨૦૦થી પણ વધુ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજો તપાસી સી.સી.ટી.વી. ફુટેજોમાં એક મોટર સાયકલ સાથે એક પ્રાઇમ સસ્પેકટ મળી આવેલ હતો. આ સસ્પેકટ ઇસમની શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી.
સી.સી.ટી.વી. ફુટેજોમાં જે મોટર સાયકલ દેખાઇ આવેલ તે મોટર સાયકલના વર્ણનની વિગતોનો અભ્યાસ કરતા, જે મોટર સાયકલ તથા પ્રાઇમ સસ્પેકટ ઇસમની બેક ટ્રેકીંગ કરતા, સસ્પેકટ ઇસમ જે રોડ/રસ્તાનો ઉપયોગ કરેલ હોય તે રોડ/રસ્તા ઉપર મરણજનાર વ્રુધ્ધાના સગા સબંધીઓની તપાસ કરતા તે સસ્પેકટ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાબુંડા ગામે રહેતા નયનભાઇ તુલજાશંકર જોષી નામના મરણજનાર વ્રુધ્ધાના જમાઈને શોધી કાઢી, સઘન પુછપરછ કરતા પોતે આ ગુનાની કબુલાત આપતા હત્યાના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળેલ હતી.
તપાસ દરમિયાન પકડાયેલ આરોપી મરણજનાર વ્રુધ્ધાનો જમાઇ થતો હોય, અને પતિ – પત્ની વચ્ચે અવાર નવાર ઘર કંકાસ થતો હોય, જેના કારણે આરોપીની પત્ની અવાર નવાર રીસામણે પોતાના પિયર માતા પાસે જતી રહેતી હતી. પોતાના સાસુ પોતાની પત્નીને ચડામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાનું આરોપી માનતો હોય, જેના કારણે પોતાના સાસુને મારી નાખવાના ઇરાદે આયોજન પુર્વક ગઈ તા.૨૮/૧૧/૨૪ ના રોજ પોતાના ગામ બાવાના જાબુંડા ગામેથી પોતાની પત્નીને વાડીએ જવાનું કહી, તીષ્ણ હથિયાર ધારીયુ લઈ મોટર સાયકલ લઇ જસવંતગઢ ગામે આવેલ હતો. અને રસ્તામાં પોતાનું મોઢુ દેખાય નહી તે રીતે ચહેરા ઉપર રૂમાલ બાંધી માથા ઉપર ટોપી પહેરી તેમજ મોટર સાયકલના નંબરમાં છેડછાડ કરી જસવંતગઢ ગામે આવેલ અને આરોપીના સાસુ ઘરે એકલા હોય તે સમયે ધારીયા વડે મરણ જનાર પ્રભાબેનને આડેધડ ઘાતકી રીતે મરણતોલ ઘા મારી મોત નિપજાવી મોટર સાયકલ લઇ જતો રહેલ હોવાનું જણાવેલ હતું.